ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જુલાઈ 2020 (09:17 IST)

ગરબા આયોજકોની મુખ્યપ્રધાન રૂપાણી સાથે મુલાકાતઃ એક મહિના પછી સમિક્ષા બાદ નિર્ણય

કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન થશે કે કેમ તે મુદ્દે ન માત્ર ખેલૈયાઓ પરંતુ ગરબા આયોજકોનાં મનમાં પણ ફફડાટ છે. જેના અનુસંધાને ગરબા આયોજકોએ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. ગરબા આયોજકોને પણ આ વખતે નવરાત્રિનું આયોજન કરી શકાય છે કે નહીં તે બાબતે હજી ક્યારે પણ સ્થિતી સ્પષ્ટ નથી. કોરોનાની પરિસ્થિતિમાં જો ગરબાનું આયોજન કરવામાં આવે તો ગ્રાઉન્ડની કેપેસિટીના 30 ટકા લોકોને ગ્રાઉન્ડમાં ગરબા રમવા મળશે તે પ્રકારનું આયોજન કરવા ગરબા આયોજકો તૈયાર થયા છે. ગરબા આયોજકોનો પણ માનવું છે કે કેપેસિટી કરતા ઓછા ખેલૈયાઓ આવશે તો ટિકિટના દરમાં ધરખમ વધારો થઈ શકે છે. જો કે મુખ્યમંત્રી દ્વારા  કહેવાયું છે કે 30 ઓગસ્ટ પછી પરિસ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. તેમણે આ અંગે કોઇ જ નિર્ણય લીધો નથી. ગરબા આયોજકો દ્વારા રોજગારીની પણ અનેક લોકોની સમસ્યા આગળ ધરીને ગરબા આયોજન ની માંગણી કરવામાં આવી હતી.