સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જુલાઈ 2020 (11:52 IST)

આજથી સુરતથી સમગ્ર ગુજરાતમાં ચાલતી સરકારી તથા ખાનગી બસ સેવા બંધ કરાઈ

કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા આજથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ અને ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. આ સેવા 10 દિવસ સુધી બંધ રહેશે. આ સમય ગાળા દરમિયાન ખાનગી વાહન, ગૂડઝ પરિવહન વાહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે. સરકાર દ્વારા જાહેર કરેલા અનલોક-1 તથા 2ની ગાઈડલાઈન મુજબ ST બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોનું સેનિટાઈઝેશન વગેરે રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા આજથી 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ST બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે. સુરતમાં દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 12,268 પોઝિટિલ કેસ નોંધાયા છે. જ્યારે 544 દર્દીનો મોત થયા છે. છેલ્લા 21 દિવસમાં કોરોનાના કેસ અને મોતમાં યદરખમ વધારો થતા આજથી 10 દિવસ સુરત ડેપોમાં આવતી-જતી તમામ ST બસ બંધ કરી દેવાઈ છે. અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે. જોકે, બસ બંધ કરી દેવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે.