ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (18:33 IST)

Garvi Gujarat Bhawan ગુજરાતની ઓળખ બનશે, પીએમ મોદી કરશે આજે ઉદ્દઘાટન, જાણો શુ છે વિશેષતા

દેશની રાજધાની દિલ્હીના અકબર રોડ અત્યાર સુધી કોંગ્રેસ મુખ્યાલય ને વીઆઈપી લોકોના રહેઠાણના સ્થાનની ઓળખ હતી.  પણ 2 સપ્ટેમ્બરથી દેશના મોડલ પ્રદેશ ગુજરાત ભવન માટે ઓળખાશે.  પીએમ મોદી 2 સપ્ટેમ્બરના રોજ નવનિર્મિત ગુજરાત ભવનનો શુભારંભ કરશે. જેનુ નામ આપવામાં આવ્યુ છે ગરવી ગુજરાત ભવન 
 
ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બરના ગુજરાતના મુખ્યપ્રધાન સીએમ વિજય રૂપાણીએ આ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ હાજર હતા. 
25-બી અકબર રોડ પર બનેલા ગુજરાત ભવનનું નિર્માણ આધુનિક રીતે કરવામાં આવ્યું છે. જેમાં ઇકો ફ્રેન્ડલી સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 7 હજાર ચોરસ મીટર ક્ષેત્રમાં ફેલાયેલા સાત હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં બનેલા આ ભવનના નિર્માણ માટે 131 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેનાથી ઓછા ખર્ચમાં જ આનુ નિર્માણ પૂર્ણ થઈ ગયુ છે.  
 
25-બી અકબર રોડ પર બનેલા ગરવી ગુજરાત ભવનનું નિર્માણ કરવામાં બે વર્ષથી ઓછો સમય લાગ્યો છે. ભવનનું નિર્માણ એનબીસીસીએ કર્યું છે. ભવનની અંદર 79 રૂમ સાથે વીઆઈપી પબ્લિક લોંઝ અને મલ્ટિપર્પઝ હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલમાં એક સાથે 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે જ ડાઇનિગ હોલમાં એક સાથે 75 લોકો જમી શકે તેવી વ્યવસ્થા છે. નવા ગુજરાત ભવનની બિલ્ડિંગની ડિઝાઈન પણ ગુજરાતની પરંપરા અને આધુનિકતા સાથે મળે છે.
 
આધુનિક સુવિધા સાથે બનાવાયેલા આ ભવનનું નિર્માણ આગ્રા અને ધૌલપુરના પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે. આ નવા ભવનમાં 19 સ્યૂટ, 79 રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટિપર્પઝ હોલ, મીટિંગ રૂમ, 4 લોન્ઝ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ અને અન્ય સુવિધા છે.
નવા ગુજરાત ભવનમાં લોકો ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણી શકશે. અહીં ગુજરાતી ઢોકળા, ફાફડા, ખમણ, થેપલા કે ખાંડવીનો સ્વાસ ચાખવા મળશે. હાલમાં કૌટિલ્ય માર્ગ પર આવેલી ગુજરાત ભવન 1400 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. આ ભવન અનેક વર્ષથી કાર્યરત છે. પરંતુ જરૂરિયાત વધતા બે વર્ષ પહેલા ગુજરાત ભવનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ભવન માટે જમીન કેન્દ્ર સરકારે ફાળવી હતી જ્યારે તેનો નિર્માણ ખર્ચ ગુજરાત સરકારે ભોગવ્યો છે.