બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (11:01 IST)

ગોંડલમાં વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, 29 કિમી દૂર પાંચપીપળા ભૂકંપનુ કેન્દ્ર બિંદુ નોંધાયું

રાજકોટ જિલ્લાના ગોંડલમાં વહેલી સવારે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 29 કિલોમીટર દૂર પાંચપીપળામાં નોંધાયું હતું. ગોંડલ પંથકમાં આજે વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ આવ્યો હોવાની જાણ થતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 29 કિમી દૂર પાંચપીપળાના ભૂગર્ભમાં 12.3 કિમીની ઉંડાઈએ નોંધાયું હતું. થોડા સમય પહેલા રાજકોટમાં એક જ દિવસમાં 3 ભૂકંપના આંચકા આવ્યા હતાં. ભૂકંપનું એપી સેન્ટર લોધિકાના ખાંભા ગામની સીમમાં નોંધાયું હતું.ભૂકંપની તીવ્રતા ખૂબ ઓછી હતી. પણ આસપાસના માખાવડ સહિતના ગામોમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. ભૂકંપનું એપીસેન્ટર લોધિકાના ખાંભા ગામની સીમમાં 15 કિ.મી.ની ઊંડાઈએ નોંધાયું હતું.