શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (18:15 IST)

ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ના ગ્રુપ A અને Bની પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે

secondary service
-ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને ગ્રુપ Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 
-OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવી
- ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ જોતાં રહેવા જણાવવામાં આવ્યું છે.


gsssb class 3 exam date 2024- ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને ગ્રુપ Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવી હતી.

 
જાહેરાતના અનુસંધાને ગ્રુપ A અને ગ્રુપ B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. 1 એપ્રિલ 2024થી તા. 8 મે 2024 દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT (Computer Based Response Test) પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.જાહેરાત અન્વયે ઉમેદવારો તા. 21 માર્ચ 2024ના રોજ 14:00 કલાકથી ઉમેદવારની જે-તે તારીખે પરીક્ષા શરૂ થવાના સમય સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ જોતાં રહેવા જણાવવામાં આવ્યું છે.

Edited By-Monica Sahu