સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2024 (18:07 IST)

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

Gujarat ATS
ગુજરાતના અમદાવાદથી એક મોટો મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા જીલ્લામાં ગુજરાત એટીએસએ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા લોકોને પકડ્યા છે. ધરપકડ લોકોની ATS પૂછપરછ કરી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે આ જાસૂસ કોસ્ટ ગાર્ડની સૂચનાઓ પાકિસ્તાન મોકલી રહ્યુ છે. હાલ ATS અનેક એંગલથી મામલાની તપાસ કરી રહ્યુ છે. 
 
અમદાવાદ. દેવભૂમિક દ્વારકા જીલ્લામાં ગુજરાત એટીએસ એ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન માટે જાસૂસી કરનારા લોકોને દ્વારકાથી ધરપકડ કરવામા આવ્યા છે. ધરપકડ લોકોની વિશેષ પૂછપરછ કરવામાં આવી છે. આ મામલે હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. મળેલી માહિતી મુજબ ગુજરાત એટીએસ પ્રમુખ દીપેન ભદ્ન અને તેમની ટીમે એક એક ગુપ્ત સૂચનાના આધાર પર દેવભૂમિ દ્વારકામાં એક ગુપ્ત અભિયાન ચલાવ્યુ અને પાકિસ્તાની જાસૂસને પકડી લીધો. દેવભૂમિ દ્વારકામાં રહેનારા દીપેશ ગોહિલ નામના વ્યક્તિએ એટીએસે ઉઠાવ્યો છે. 
 
પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે દીપેશ ગોહિલ પાકિસ્તાની જાસૂસી સંસ્થા માટે કામ કરતો હતો. દીપેશ ભારતીય જળસીમા પર પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડ જહાજોની ગતિવિધિ જાણતો હતો અને આ પ્રવૃત્તિની માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને મોકલતો હતો
 
ગુજરાત ATSની ટીમે દીપેશની વિશેષ પૂછપરછ શરૂ કરી છે. દીપેશ પાકિસ્તાની જાસૂસી એજન્સીઓના સંપર્કમાં કેવી રીતે આવ્યો અને કેટલા સમયથી તે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો. આ માહિતી માટે તેને પાકિસ્તાની જાસૂસી સંસ્થાએ જાસૂસી માટે પૈસા આપ્યા હતા. સહિત અનેક મુદ્દાઓ પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે. દીપેશ પણ હની ટ્રેપમાં ફસાઈ ગયો હોવાની આશંકા છે. તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.