શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 મે 2018 (13:41 IST)

લ્યો બોલો બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા નિબંધે ભાંડો ફોડ્યો,

તાજેતરમાં રાજ્યમાં લેવામાં આવેલી SSC બોર્ડની પરિક્ષામાં અંગ્રેજી ભાષાના પેપરમાં ફક્ત ચોરી નહીં પરંતુ સામુહિક ચોરીના કિસ્સાઓ ચર્ચામાં આવવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એજ્યુકેશન બોર્ડ પણ ચોંકી ગયું છું. બોર્ડ દ્વારા આ કિસ્સામાં પંચમહાલ જિલ્લાના શેહેરા ખાતેના કાવલી પરીક્ષા સેન્ટરના ૯૬ વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષામાં એકબીજના નકલ કરી હોય તેવો કિસ્સો પકડી પાડ્યો છે.

 જો કે આ વિદ્યાર્થીઓની ચોરી પકડાવનાર બીજુ કોઈ નહીં પરંતુ તેમનો બેસ્ટ ફ્રેન્ડ ‘વિક્રમ’ છે. આ વિક્રમ એટલે આ વિદ્યાર્થીઓએ લખેલા નિબંધ ‘My best friend’નું પાત્ર કે જેને આ વિદ્યાર્થીઓએ વિક્રમ તરીકે ઓળખાવ્યો છે. આ વિદ્યાર્થીઓએ નકલમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડનું નામ સુદ્ધા બદલ્યું નહોતું. સૂત્રે કહ્યું કે, બોર્ડ રાજ્યના કેટલાક સેન્ટર પર સામુહિક કોપી બાબતે પહેલાથી જ એલર્ટ હતું. જેમાં કવાલી, ગોંડલ, મોટા કોંડા, કોડિનાર, મહિસાગર અને મોરવા રૈના સહિતના સેન્ટર છે. જેથી બોર્ડે આ સેન્ટરના લગભગ ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓના પેપરને શંકાના આધારે જુદા તારવ્યા હતા.

બોર્ડના સભ્ય કહ્યું કે, ‘કવાલી સેન્ટરના ૯૬ વિદ્યાર્થીઓએ શિક્ષકની મદદથી અથવા તો ચબરખીની મદદથી ચોરી કરી હોવાનું તેમના પેપર તપાસતા જોવા મળે છે. કેમ કે આશ્ચર્યજનક રીતે તેમના નિબંધ એકબીજા સાથે એટલા બધા સમાન છે કે આ દરેક ૯૬ વિદ્યાર્થીઓનો બેસ્ટ ફ્રેન્ડ વિક્રમ છે, જે ટેનિસ રમે છે. બધા જ વિક્રમને સ્કૂલમાં મળ્યા હતા. તે ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી છે અને તેને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ છે. તેટલું જ નહીં ભૂલમાં પણ આ ૯૬ ‘બેસ્ટ ફ્રેન્ડ’ એકબીજાની સાથે છે. બધાએ એક જગ્યાએ ‘him’ની જગ્યાએ ‘in’ શબ્દ લખી નાખ્યો છે.’
જેને લઈને બોર્ડે આ તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે તેડું મોકલ્યું છે. જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના નિબંધનું ટાઇટલ માય બેસ્ટ ફ્રેન્ડ પણ સાચું લખી શક્યા નથી તો નિબંધ કેમ લખી શખે. તો કેટલાકે વિક્રમના સ્પેલિંગમાં પણ ભૂલ કરી છે. તો બીજી મોટી વાત છે કે સ્કૂલમાં એક્ઝામ સમયના CCTV ફૂટેજ પૂરા નથી. વચ્ચે વચ્ચે લાઇટ જતી રહેતા હોવાનું કહીને આ ફૂટેજ પણ અધૂરી છે.