1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 મે 2018 (15:11 IST)

કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ - કોંગ્રેસ પ્રમુખ ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે વલસાડની મુલાકાતે હતા. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિત ચાવડા પ્રથમ વખત વલસાડ જિલ્લાની મુલાકાતે આવેલા ચાવડાએ કર્ણાટકમાં ચાલેલા હાઈપ્રોફાઈલ ડ્રામા પર પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં બેઠેલાં ગુજરાતી રાજ્યપાલ પર અમને પણ ગર્વ હતો જો કે, તેમણે સંવિધાનને નજરઅંદાજ કરીને જે નિર્યણ લીધો છે તે લોકશાહીની હત્યા બરાબર છે. અમિત ચાવડા વલસાડ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત ચાવડાએ કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ પર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

અમિત ચાવડાએ કર્ણાટકમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇ ભાજપ સહિત કર્ણાટકના ગુજરાતી રાજ્યપાલ વજુભાઈ વાળાને પણ આડે હાથ લીધા હતા. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે,કર્ણાટકની જનતાએ સૌથી વધુ વોટશેર કોંગ્રેસ અને તેના સાથી પક્ષને આપ્યો હતો. પરંતુ ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે.વધુમાં તેઓએ ગાંધી અને સરદારની ભૂમીથી ગયેલા કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા પર પણ ભાજપના કાર્યકર્તાઓની જેમ વર્ત્યા હોવાનો અમિતચાવડા આક્ષેપ કર્યો હતો.