ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (22:28 IST)

ગુજરાત કોરોનાથી મુક્ત બનવા તરફ, આજે નોંધાયા 1681 નવા કેસ

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. . આમછતાં રાજ્યના ચાર મુખ્ય શહેરમાં રોજરોજ ટોપ 5માં કોરોનાના નવા કેસમાં હોય છે. ડાંગ જિલ્લો ફરી કોરોનાની ચૂંગાળમાંથી નીકળી રહ્યો છે અને સળંગ ચોથા દિવસે એકેય કેસ નોંધાયો નથી. તો 71 દિવસ એટલે કે અઢી મહિના બાદ   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે
 
અમદાવાદ કોપોરેશન 264, વડોદરા કોપોરેશન 212,   સુરત કોપોરેશન 155,   વડોદરા 115,રાજકોટ કોર્પોરેશન 82,  પોરબંદર 71, જુનાગઢ 70,   સુરત 62,  ગીર સોમનાથ 45, રાજકોટ 45, નવસારી 44,  જામનગર કોર્પોરેશન 43, ભરૂચ 41, આણંદ 36, પંચમહાલ 34, ખેડા 33, વલસાડ 32, બનાસકાંઠા 30, કચ્છ 30, અમરેલી 28, દેવભૂમિ દ્વારકા 22, જામનગર 22,  સાબરકાંઠા 21,  જૂનાગઢ કોર્પોરેશન 15, મહેસાણા 17, અરવલ્લી 13,   ભાવનગર કોર્પોરેશન 12,  ગાંધીનગર કોર્પોરેશન 12, મહીસાગર 12, ભાવનગર 10, પાટણ 10, ગાંધીનગર 9, અમદાવાદ 6, દાહોદ 6,  છોટા ઉદેપુર 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4,  તાપી 4, મોરબી 1 બોટાદ 0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1681   નવા કેસ નોંધાયા છે. 
 
રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 8,09,169 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે કે મૃત્યુ આંક  9833 થયો છે. અત્યાર સુધી કોરોનાને હરાવીને 7 લાખ 66 હજાર 998 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 32 હજાર 345 એક્ટિવ કેસ છે, જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 31 હજાર 849 દર્દીની હાલત સ્થિર છે.  રાજ્યમાં આજે કુલ  2,00,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  94.79 ટકા છે.