સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 એપ્રિલ 2018 (13:19 IST)

રાજ્યસભા ચૂંટણીઃઅહેમદ પટેલની અપીલ અંગેનો ચુકાદો HCએ અનામત રાખ્યો

ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ અહમદ પટેલની અરજીની સુનાવણી પૂર્ણ કરી હતી અને ચૂકાદો  અનામત રાખ્યો હતો. ભાજપના બળવંતસિંહ દ્વારા હાઈકોર્ટમાં અહમદ પટેલને વિજેતા ઘોષિત કરતા રાજ્યસભા પરીણામને પડકારવામાં આવ્યું હતું. તેમની આ અપીલને રદ કરવા માટે અહમદ પટેલે અન્ય એક અરજી કરી હતી.કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં સામેલ થયેલ બળવંત સિંહ રાજપુતે હાઈકોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના બે બળવાખોર નેતાઓના વોટ્સને ગેરમાન્ય કરાર દેતા નિર્ણયને પડકાર્યો હતો અને અહમદ પટેલ પર ચૂંટણીમાં ગેરરીતી આચરવાનો આરોપ મુકી 44 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોના વોટ ખરીદવા તમામને બેંગલુરુના ભવ્ય રીસોર્ટમાં નજરકેદ રાખવા અને લેવિશ લાઇફસ્ટાઇલની પાર્ટી આપી તેમને લાલચ આપવાનો આરોપ પણ મુક્યો છે.જ્યારે અહમદ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી બળવંતસિંહની અપીલને ગેરમાર્ગે દોરતી અને અધુરી માહિતી સાથેની જણાવી તાત્કાલીક રદ કરવા માગણી કરી હતી. અહમદ પટેલના વકીલે રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 81(3) અંતર્ગત યોગ્ય રીતે સિવિલ પ્રોસિઝર કોડનો અમલ ન કરવા માટે અને અપૂરતી માહિતીના અનુસંધાને રજપૂતની પીટીશનને રદ કરવા કોર્ટને અરજી કરી હતી.અહમદ પટેલના વકીલે કોર્ટમાં કહ્યું કે, ‘રાજપુતના દ્વારા તેમના ક્લાયન્ટ પટેલને પીટીશનની અપૂરતી માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુના એક રીસોર્ટમાં લઈ જવાના અહમદ પટેલ પર મુકવામાં આવેલ આરોપ અપૂરતી માહિતીવાળા છે જેના કારણે તે કોઈ ગુનો બનતો નથી..’આ પહેલા પટેલના વકીલ કપિલ સિબ્બલે રાજપૂત દ્વારા પોતાની પીટીશનમાં ચૂંટણી પંચને એક પક્ષકાર તરીકે દર્શાવામાં આવતા તેનો પણ વિરોધ કર્યો હતો. જોકે રાજપૂતના વકીલે બચાવ કરતા કહ્યું હતું કે અહીં ચૂંટણી પંચના નિર્ણયને લઈને વિવાદ હોઈ તેને પક્ષકાર તરીકે સમાવાયા છે. જોકે બંને પક્ષોની દલીલને સાંભળ્યા બાદ જસ્ટિસ બેલા ત્રિવેદીએ રાજપૂતને આદેશ કરતા ચૂંટણી પંચને આ અપીલમાં એક પક્ષકાર તરીકે બાકાત કરવા જણાવ્યું હતું.