રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (12:22 IST)

વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં ગુજરાતમાં આવનારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ધોધમાર વરસાદ વરસતા ગુજરાતના 49 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 40 ઇંચ થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 110 તાલુકાઓમાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 86 તાલુકાઓમાં 10થી 20 ઇંચ અને 6 તાલુકાઓમાં સૌથી ઓછો 5થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1480 મિમી અને સૌથી ઓછો કચ્છમાં 410 મિમી વરસાદ નોંધાયો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 1 ઇંચથી વધુ નોંધાયો છે. જ્યારે પંચમહાલ, ભાવનગર અને જૂનાગઢમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો કચ્છના ભચાઉ તાલુકમાં 3 મિમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 88.49 ટકા સારો વરસાદ નોંધાયો છે.  આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.