ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ડિસેમ્બર 2020 (09:37 IST)

લગ્નની સીઝન પુરી થઇ, હવે સરકાર કહે છે ઓનલાઇન મંજૂરી લેવી પડશે

રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન થઇ રહેલા લગ્ન કાર્યક્રમો માટે આખી સીઝનમાં મંજૂરી લેવાની જોગવાઇ ન હતી, પરંતુ શુક્રવારે જ્યારે લગ્નની સિઝન પુરી થઇ તો સરકારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા લાગૂ કરી દીધી. નવા આદેશ અનુસાર પ્રદેશમાં લગ્ન સમારોહ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 
 
તેના માટે નેશનલ ઇંફોર્મેશન સેન્ટર દ્વારા ઓનલાઇન સેન્ટર દ્વારા  ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઇઝન મેરેજ ફંકશન નામનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર એક્ટિવ કરવામાં આવ્યું છે. તેના પર જ ઓનલાઇન અરજી કરવી પડશે. 
 
રજિસ્ટ્રેશન મંજૂરીની પ્રિંટ અથવા પીડીએફ સેવ કરી શકશો. જો કોઇ સ્થાનિક વહિવટી અધિકારી અથવા પોલીસ રજિસ્ટ્રેશન સ્લિપની માંગ કરે, તો બતાવવી પડશે. સમારોહમાં 6 ફૂટના અંતર સાથે માસ્ક તથા સેનિટાઇઝર સહિત અન્ય પાબંધીઓ યથાવત રાખવામાં આવી છે. 
 
આ પહેલાં પોલીસની મંજૂરીને લઇને લોકોમાં રોષ હતો, ત્યારબાદ આ નિર્ણયને પરત લેવામાં આવ્યો અતો. તમને જણાવી દઇએ કે સ્થળની ક્ષમતા 50 ટકાથી વધુ અથવા 100 લોકો સામેલ થવાનો પણ નિયમ છે. 
 
બેંડબાજા અને વરઘોડા પર પણ પ્રતિબંધ છે. અત્યારે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રિ કરફ્યૂં ચાલુ છે. ઉલ્લેખનીય છે કે લગ્નની સિઝન પુરી થવાની સાથે જ હવે 15 ડિસેમ્બરથી કમૂર્હત શરૂ થઇ જશે