શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (18:56 IST)

France માં ઈસ્લામિક કટ્ટરવાદ રોકવા માટે બિલ રજુ, હવે મસ્જિદોમાં નહી થઈ શકે અભ્યાસ

: 'ઇસ્લામિક કટ્ટરવાદ' ને કાબૂમાં લેવા ફ્રાન્સે બીજું મોટું પગલું ભર્યું છે. ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર બુધવારે એક નવું બિલ લઈને બહાર આવી છે, જે અંતર્ગત ત્રણ વર્ષથી બાળકોને સ્કૂલમાં મોકલવું ફરજિયાત રહેશે. ખરેખર, સરકારે આવી ગેરકાયદેસર શાળાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં ચોક્કસ એજન્ડા હેઠળ અભ્યાસ હાથ ધરવામાં આવે છે. ફ્રાન્સમાં વસતા તમામ ધર્મોના લોકો માટે ત્રણ વર્ષના બાળકોને શાળાએ મોકલવા ફરજિયાત રહેશે. બાળકોના હોમ-સ્કૂલિંગને ફક્ત વિશેષ સંજોગોમાં જ મંજૂરી આપવામાં આવશે.
 
મુસ્લિમ દેશોના નિશાના પર છે  Macron
 
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું કહેવું છે કે રાષ્ટ્રને કમજોર કરનારા અલગાવવાદીઓને જડથી ખતમ કરવા માટે આ બિલ અસરકારક રહેશે અને બાળકોને શરૂઆતથી જ યોગ્ય શિક્ષણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પેરિસની ઘટના બાદથી મેક્રોન ઇસ્લામિક આતંકવાદ સામે કડક પગલા લઈ રહ્યા છે. જેના કારણે તુર્કી અને પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોએ તેમની સામે મોરચો ખોલ્યો છે.