શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 18 જૂન 2020 (14:38 IST)

ગુજરાતની 6 મેડિકલ કોલેજમાં લેબોરેટરી ટેક્નિશિયન સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન

ગુજરાતની તમામ 6 મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા લેબોરેટરી ટેક્નિશિયન વિવિધ પ્રકારના પોસ્ટર તેમજ ઉગ્ર સ્વરૂપમાં પોતાની રજૂઆત કરી હતી. તેમની ભરતીને 5 વર્ષ પૂર્ણ થવા છતાં EVEN 8 વર્ષ પુરા થવા છતાં નિયમ મુજબ કાયમી નોકરીની નિમણુંક કરવામાં આવી નથી. ત્યારે  રાજ્યની તમામ 6 સરકારી મેડિકલ કોલેજ ,PHC , CHCના લેબોરેટરી ટેક્નિશિયન આજે સવારે 10 વાગ્યા બાદ બી.જે મેડિકલ સહિતની તમામ સરકારી મેડિકલ કોલેજ આગળ વિરોધ નોંધાવ્યો હતો.સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા લેબ ટેક્નિશિયન દ્વારા વિવિધ બેનેરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને નોકરીમાં કાયમી કરવા માટે લેબ ટેક્નિશિયન્સ દ્વારા માગ કરવામાં આવી હતી.