ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (08:34 IST)

અમદાવદામાં કડક સુરક્ષા વચ્ચે LD કોલેજ અને ગુજરાત કોલેજમાં થશે મતગણતરી, જાણો કયા વોર્ડની ક્યાં થશે મતગણતરી

ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી રવિવારે પુરી થઇ છે. અમદાવાદ મહાનગર પાલિકામાં સરેરાશ 43. 52 ટકા જ મતદાન થયું છે. આજ સવારે 8 વાગ્યાથી એલડી એંજીનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી શરૂ કરવામાં આવશે. જેના માટે વહિવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. અહીં પોલીસ કડક સુરક્ષા વ્યવસ્થા છે.  
 
અમદાવાદની ૧૯૨ બેઠકો માટે ૭૭૩ ઉમેદવાર મેદાને હતા. નારણપુરા વોર્ડની એક બેઠક બિનહરીફ ભાજપના ફાળે
 ગઇ છે. ૧૯૧ બેઠકો માટે હાથ ધરાશે મતગણતરી હાથ ધરાશે, ભાજપના ૧૯૧ અને કોંગ્રેસના ૧૮૬ ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. 
 
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે મતગણતરી દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. અમદાદાવાદ શહેરમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે મતદાન કેંદ્ર પર પોલીસ કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ, ઓબ્જર્વેશન રૂમ, મગતગણતરી એજન્ટ પ્રતિક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકર રૂમ, હેલ્થ ડેસ્ક, ફાયરબ્રિગેડૅ, એંમ્બુલન્સની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.  
 
કોરોનાની ગાઇડલાઇન હેઠળ માસ્ક અને સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બંને જ મતગણતરી કેંદ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બહાર લાઇવ જોવા માટે એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. 
 
જાણો કયા વોર્ડની ક્યાંથી થશે મતગણતરી
 
એલ ડી કોલેજ- 
થલતેજ
મકતપુરા
ઇદ્રપુરી
વસ્ત્રાલ
રામોલ-હાથીજણ
સરદારનગર
નરોડા
દરિયાપુર
ખાડિયા
જમાલપુર
સૈજપુર
બોધા
ઇન્ડીયાકોલોની
ઠક્કરબાપા નગર
બહેરામપુરા
લાંભા
વટવા 
પાલડી
વાસણા
નવરંગપુરા
બાપુનગર
સરસપુર-રખિયાલ
ગોમતીપુર
ગુજરાત કોલેજ - 
 
અમરાઇવાડી
ભાઇપુરા હાટકેશ્વર 
ખોખરા
ચાંદખેડા 
સાબરમતી
રાણીપ 
નવાવાડજ
નવરંગપુરા 
સરદાર પટેલ સ્ટેડિયમ
નિકોલ 
વિરાટનગર 
ઓઢવ
દાણીલીમડા
મણીનગર
ઇસનપુર
જોધપુર
વેજલપુર
સરખેજ
ગોતા
ચાંદલોડીયા
 અને ઘાટલોડીયાની મતગણતરી હાથ ધરાશે