ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (23:48 IST)

મનપા ચૂંટણી પરિણામ લાઈવ અપડેટ્સ - ચુસ્ત બંદોબસ્ત સાથે એલ.ડી એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે સવારે 8 વાગે શરૂ થશે મત ગણતરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગર પાલિકાનું મતદાન પુરું થઈ ગયું છે.  સવારે 8 વાગ્યાથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિમાણોની દરેજ અપડેટ્સ આપ જોઈ શકશો વેબદુનિયા ગુજરાતી પર. . રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા જેટલું મતદાન થયું હતું,  અમદાવાદમાં એલ.ડી એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ બે જગ્યાએ મત ગણતરી થવાની છે. મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બંને મતગણતરી કેન્દ્રમાં 24 - 24 વોર્ડની મતગણતરી થવાની છે
 
. આ ચૂંટણીઓમાં મુખ્ય હરિફાઇ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે પાછલી ઘણા વર્ષોથી આ છ મહાનગરપાલિકાઓ પર શાસન કર્યું છે. આમ આદમી પાર્ટી (આપ) એ દાવો કર્યો છે કે તે ભાજપ અને કોંગ્રેસ સામે એક અસરકારક વિકલ્પ રહેશે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે 575 બેઠકો પર મત આપવા માટે લગભગ 32,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
 
દરેક વોર્ડમાં ચાર પાર્ષદ છે. છ મહાનગરપાલિકાઓમાં કુલ 2,276 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે નવ ઉમેદવાર પણ મેદાનમાં છે. ચૂંટણી લડનારાઓમાં ભાજપના 577, કોંગ્રેસના 566, આપના 470, એનસીપીના 91, અન્ય પક્ષોના 353 અને 228 અપક્ષોનો સમાવેશ છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 1.14 કરોડ મતદાતાઓ છે, જેમાં 60.60 લાખ પુરુષો અને 54.06 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. મતની ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે.
 
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.