ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (14:54 IST)

મહાનગર પાલિકામાં થયેલ ઓછા મતદાન માટે કોણ જવાબદાર ? કોરોનાનો ભય કે ભાજપની નિષ્ક્રિયતા ?

AAP અને MIM ના આગમનથી કોંગ્રેસને થશે ફાયદો ?

સમગ્ર રાજયમાં ચૂંટણીના માહોલ વચ્ચે આ વખતે મતદારોને રીઝવવા માટે પ્રયાસો થયા પણ મતદારો આ વખતે અલગ જ મૂડમાં હતા તેમ માનવામાં આવે છે.પરંતુ હકીકત આ વખતે ભાજપમાં શહેરમાં ઘણા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની વાત સામે આવી રહી છે જેથી ભાજપની પેનલ ધરાવતા વિસ્તરમાં મતદાન નીરસ રહ્યુ અને બીજા વોટ આપ,mim અને કોંગ્રેસમાં ડાયવર્ટ થયાં હોવાની વિગત આઈબી પાસેથી જાણવા મળી રહી છે.
રાજ્યના ચાર મહાનગરના આઈ બીના પ્રાથમિક સર્વેમાં જાણવા મળી છે કે અમદાવાદમાં ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા. કોંગ્રેસને mim અને આપના વોટ ડાયવર્ટ થયા. 

-  અમદાવાદમાં ભાજપ. સત્તા બનાવશે પરંતુ તેમની અનેક જગ્યાએ પેનલ તૂટશે. mim પોતાનું ખાતું અમદાવાદમાં ખોલશે ,કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે.
-  રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપના ચાલુ સત્તામાં ગાબડું પડી શકે છે.જ્યાં પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની અસર રહી હતી.
-  વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે છે .જ્યાં લઘુમતી સમાજના મતદાનની ટકાવારી વધી શકે છે જેનો ફાયદો કોંગ્રેસને થશે પરંતુ ભાજપની સરસાઈ ઘટી શકે છે.
- સુરતમાં  સૌરાષ્ટ્ર ફેક્ટર કામ કર્યું છે જેની અસર ઉમેદવારને સીધી મતદાન પર થઇ છે.આપ અને કોંગ્રેસનું સ્થિતિમાં સુધારો થશે.ભાજપની પેનલ સુરતમાં તૂટી શકે છે