રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 માર્ચ 2018 (12:02 IST)

કોંગ્રેસમાં ઉકળતો ચરુ, નવા પ્રદેશ પ્રમુખ નિમાતા વાઈસ પ્રેસિડેન્ટ મૌલિન વૈષ્ણવનું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ સારું પર્ફોમન્સ તો આપ્યું પણ પ્રદેશનો આંતરિક વિખવાદ સમ્યો નહિં. પ્રજાએ મજબુત વિપક્ષ બનાવ્યો પણ વિપક્ષ પાર્ટીનો તાજ વિવાદમાં મુકાયો. મનામણા અને સમજાવટો લાંબો સમય ચાલી પણ અંતે કોંગ્રેસ ભરતસિંહને રજા આપી દીધી. પણ ભરતસિંહના મામા જ દીકરા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદની રેસતો એટલી લાંબી હતી કે અનેક નેતાઓ દિલ્હી સુધી લાંબા થયેલા. અંતે કેન્દ્રીય ટીમ સોંલકી અને ચાવડા પરિવાર પર જ વિશ્વાસ મુક્યો કારણકે માધવસિંહ સોલંકીની સરકારથી આ બંને પરિવાર હંમેશા કોંગ્રેસ વફાદાર રહ્યા છે. પરંતુ નવા પ્રમુખ અમિત ચાવડા પ્રેસિડેન્ટ શિપના તાજ પહેરે એ પહેલા જ વિખવાદ ઉભો થયો. પાર્ટીના સિનિયર નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ મૌલિન વૈષ્ણવ રિસાઇ ગયા. પ્રમુખની જાહેરાત થતાં જ પોતે વાઇસ પ્રેસિડેન્ટ પદેથી રાજીમાનું ધરી દીધું. આમ તો કોગ્રેંસ પાર્ટી વંશવાદમાં અગ્રેસર રહી છે. અને એ જ બન્યું હોય તેવું લાગે છે. અમિતભાઇની તાજ પોશી થતા જ મૌલિન વૈષ્ણવે રાજીનામું ધર્યું. મૌલિન વૈષ્ણવે મોડી સાંજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી રાજીનામું આપ્યું હતું. રાજીમાનામાં તેઓ જણાવે છે કે આપના દ્રારા નક્કી કરાયેલા નવા પ્રમુખને અભિનંદન પાઠવું છું. આ સાથે નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાને પોતાની નવી ટીમ બનાવી કામ કરવાની નજા આવે એટલે હું વાઇસ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપું છું.