સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (23:50 IST)

15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું?

cyclone landfall
Gujarat Weather Forecast: તાજેતરમાં બંગાળની ખાડીમાં ત્રાટકેલા ચક્રવાત મિચોંગે ઘણી તબાહી મચાવી હતી. ત્યારબાદ એવી વાત સામે આવી હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એક નહીં બે બે વાવાઝોડા અને કમોસમી વરસાદનો સામનો કરવો પડશે, આ વખતે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવવા જઇ રહ્યું હોવાની વાતો જાણવા મળી રહી છે અને તે વાવાઝોડું 15 ડિસેમ્બરની આસપાસ ગુજરાત પર આવશે તેવી પણ વાતો વહેતી થઇ રહી છે. જોકે, શિયાળામાં માવઠાનો માર સહન કર્યા બાદ વાવાઝોડાની વાત ચિંતામાં મુકનારી છે. પરંતુ હવામાન નિષ્ણાત એ આ સમગ્ર વાત અંગે સ્પષ્ટતા કરી છે અને હકીકત જણાવી છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં ત્રાટકશે આ સમાચાર બિલકુલ અફવા છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટમાં એક એવી અફવા છે કે એક વાવાઝોડું 15મી ડિસેમ્બરની આસપાસ ગુજરાતમાં ત્રાટકશે. પરંતુ તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં અરબી સમુદ્રમાં કોઈ વાવાઝોડું સર્જાય તેવા હાલ કોઈ સંકેત નથી.
 
ડિસેમ્બર મહિના દરમિયાન અરબી સમુદ્રમાં કોઇ વાવાઝોડું બને તેવા હાલ કોઇ સંકેતો દેખાઇ રહ્યા નથી. કોઇ ખેડૂતો ભાઇઓએ આવી અફવાઓમાં આવવાનું નથી. આવી અફવાઓથી ડરીને આપણા ખેતી કામમાં કોઇ ફેરફાર કરશો નહીં. અત્યારે વાવાઝોડું કે મોટું માવઠું થાય તેવી કોઇ સંભાવના નથી.