ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 માર્ચ 2021 (14:36 IST)

ગુજરાત પાલિકા પંચાયત ચૂંટણી : પાલિકા પંચાયત સ્તર પર 2010 પછી પહેલીવાર લહેરાવ્યો ભગવો, ગામડાઓમાં મોદીના નામ પર એકત્ર કર્યા બંપર વોટ

ગુજરાતમાં 2010 પાલિકા પંચાયત ચૂંટણી પછી આ પહેલીવાર છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં દરેક જગ્યાએ બીજેપીનો ભગવો લહેરાય રહ્યો છે. આ વખતે બીજેપીએ એ સીટો પર પણ કબજો કરી લીધો છે જ્યા કોંગ્રેસે 2015માં જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં શહેર પછી ગામમાં પણ એંટ્રી કરી છે.  અત્યાર સુધી ગુજરાતની બીજી મોટી પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કોંગ્રેસના આ વખતે સૂપડા સાફ થતા દેખાય રહ્યા છે. 
 
AAPની ગામડામાં પણ એંટ્રી 
 
સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટો જીતીને ગુજરાતમાં એંટ્રી કરનારી આમ આદમી પાર્ટીએ હવે જીલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકામાં પણ એંટ્રી કરી લીધી છે. સૌરાષ્ટ્ર, સૂરત અને સાબરકાંઠામાં 40 સીટો પર AAP આગળ ચાલી  રહી છે.  જામનગર જીલ્લા પંચાયતમાં AAPના એક ઉમેદવારને જીત મળી ગઈ છે. 
 
પાટીદારોના ગઢમાં પણ બીજેપીને બઢત 
 
અગાઉની ચૂંટણીઓની તુલનામાં આ વખતે બીજેપી ભારે જીત તરફ આગળ વધી રહી છે. ભાજપાએ પાટીદાર બીજેપી પાટીદારોના ગઢ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ બઢત બનાવી છે. બીજી બાજુ અગાઉના ચૂંટણીમાં જીલ્લા પંચાયતની 31માંથી 22 સીટો જીતનારી કોંગ્રેસનુ અત્યાર સુધી ખાતુ પ ણ ખુલ્યુ નથી. 
 
તાલુકા પંચાયતમાં આપના એક ઉમેદવારની જીત 
 
જીલ્લા પંચાયતને 980માંથી 71 સીટોના પરિણામ આવી ગયા છે અને સમગ્ર 26 સીટો પર ભાજપાએ જીત નોંધાવી છે અને 45 પત આગળ ચાલી રહી છે. કોંગ્રેસનુ અત્યાર સુધી ખાતુ પણ ખુલ્ય નથી. બીજી બાજુ નગર પાલિકા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સારી બઢત બનાવી રહી છે. મેહસાણા કચ્છ સહિત 10 જીલ્લામાં બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે નગર પાલિકાની 8,473 સીટો જીલ્લા પંચાયતની 980 અને તાલુકા પંચાયતની 4,773 સીટો માટે કુલ 36,008 બૂથ પર મતદાન થયુ છે. રાજ્ય ચૂંટણી પંચ મુજબ ગુજરાતની 81 નગરપાલિકાઓએ, 31 જીલ્લા પંચાયતો અને 231 તહસીલ પંચાયતોના ચૂંટણીમાં લગભગ 64 ટકા મતદાન થયુ છે. આંકડા મુજબ 81 નગરપાલિકાઓમાં  58.82 ટકા, 31 જીલ્લા પંચાયતોમાં  65.80 ટકા અને 231 તાલુકા પંચાયતોમાં 66.60 ટકા મતદાન નોંધવામાં આવ્યુ છે.