સંબંધિત સમાચાર
- ગુજરાતની 6 મનપામાં ફરી ભાજપનો ભગવો લહેરાશે, સુરતમાં આપની ધમાકેદાર એન્ટ્રી
- Post Office ની શાનદાર સ્કીમ એક વાર લગાવો 2 લાખ રૂપિયા, interest ના રૂપમાં મળશે 66000 રૂપિયા
- 6 મહાનગરપાલિકામાં 576માંથી 382નો ટ્રેન્ડ, 315માં ભાજપ આગળ, 42માં કોંગ્રેસ આગળ
- Gujarat Local Body Polls 6 MNP Live -6 મનપાની 576 બેઠકમાંથી 186 પર ભાજપ, 45 પર કોંગ્રેસ, 4 પર AIMIM, 18 પર AAP આગળ
- ગુજરાત મનપા ચૂંટણી પરિણામ Live Updates -વડોદરામાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ, વિજય સરઘસનો પ્રારંભ
સુરતમાં આપે તો જામનગરમાં બસપાએ ભાજપનો કરાવ્યો મોહભંગ
ગુજરાત રાજ્યમાં 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી ચાલી રહી છે ધીમે ધીમે પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ભાજપનો પરચમ લહેરાતો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર અને સુરતમાં ત્રીજા મોરચાનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપના ગઢ ગણાતા જામનગરના વોર્ડ નંબર 6મા માયાવતીની બસપા ગાબડું પાડવામાં સફળ રહી છે. તો આ તરફ સુરતમાં આપનો દબદબો રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર વોર્ડ નંબર 6 માં બસપાના ત્રણ ઉમેદવારોએ બેઠકો કબજે કરી લીધી છે. વોર્ડ નંબર 6ને ભાજપનો ગઢ ગણવામાં આવે છે, બસપાના રાહુલ રાયધન, ફુરકાન શેખ, જયોતીબેન ભારવાડીયાનો વિજય, જયારે ચોથા ઉમેદવાર ભાજપ ના જયુબા ઝાલા વિજેતા બન્યા છે. ભાજપના રમાબેન ચાવડા, ભાયાભાઈ ડેર અને દીપકસિંહ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો છે.
