શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (12:39 IST)

રાજકોટમાં કોંગ્રેસના સુપડા સાફ થવાની સંભાવના

રાજકોટમાં તમામ વોર્ડના મતોની ગણતરી શરુ થઈ ચુકી છે. શરૂઆતી વલણમાં રાજકોટમાં ભાજપના ઉમેદવારો આગળ હતા. જ્યારે 10 કલાક સુધીમાં કેટલાક વોર્ડમાં ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતી પણ ચુકી છે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પરિણામોની વિગતો આ મુજબ છે. 
 
વોર્ડ નંબર 1, 4, 7, 10, 16, 13 ભાજપની પેનલની જીત
 
વોર્ડ નંબર 4 માં ભાજપના તમામ ઉમેદવાર કાળુભાઈ કુગશીયા, કંકુ બેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા વિજેતા બન્યા છે
 
વૉર્ડ નંબર 7 માં ભાજપની પેનલ કુલ ૨૮૦૦૦થી વધુ મતથી વિજેતા,ચારેય ઉમેદવારને ૧૪૦૦૦થી વધુ મત મળ્યા હતા. વૉર્ડ નં.7માં જંગી બહુમતી મેળવ્યા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કશ્યપ શુક્લને ટેલિફોનિક શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા. 
 
વોર્ડ નં.7માં ભાજપની પેનલના નેહલ શુક્લ, દેવાંગ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડાનો વિજય થયો છે. 
 
વોર્ડ નંબર 10માં ભાજપની પેનલનો વિજય બન્યા છે, ડો.રાજેશ્રી બેન ડોડીયા, જ્યોત્સનાબેન ટીલાળા , ચેતન ગંગદાસ સુરેજા,  નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું. જેમાં 5,67,001 પુરુષ અને 5,26,970 મહિલા મતદારો મળી કુલ 10,93,991 મતદારોમાંથી 3,09,254 મહિલા અને 2,45,609 પુરુષ સહિત કુલ 5,54,863 મતદારોએ પોતાનો મતાધિકાર ભોગવ્યો હતો. કુલ મતદાન 50.72 ટકા થયું છે તેમાં મહિલાઓનું 46.61 અને પુરુષોનું 54.54 ટકા રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 45માંથી 40 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે.