રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (12:59 IST)

છોટાઉદેપુરના જૈન મુનિ મહારાજનો લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય

આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને છોટાઉદેપુર પંથકમાં આદિવાસીઓના પ્રશ્નો માટે ઝઝૂમતા રહેતા જૈન મુનિ ડો. રાજેન્દ્ર વિજય ગની મહારાજ દ્વારા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. રાઠવા જાતીના ચાલી રહેલા વિવાદમાં આગેવાનીમાં લેનાર જૈન મુનિના રાજકારણમાં પ્રવેશના નિર્ણય થી પૂર્વ પટ્ટીમાં રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર હવે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી તૈયારી ચાલી રહી છે. તેવામાં છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપરથી એક જૈન મુનિ મહારાજે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકીય ક્ષેત્રે હલચલ શરૂ થઈ છે. 
આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન સંત બનેલા ડૉ. રાજેન્દ્ર વિજય ગની મહારાજે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના ઉચ્ચ નેતાઓ સંપર્ક કરતા હોવાનો દાવો કર્યો છે. આદિવાસી માટે અનામત છોટાઉદેપુર બેઠક ઉપર હાલ ભાજપના રામસિંગ રાઠવા સાંસદ છે. સંત મુનિ મહારાજ ઘણા વર્ષોથી વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને વ્યસન મુક્તિની પ્રવૃતિઓ કરે છે તો રાઠવા જાતિના દાખલા મુદ્દે મહારાજ ની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું છે. તમામ રાજકીય પક્ષ ના મોટા નેતાઓ સાથે નિકટના સબંધ ધરાવતાં જૈન મહારાજે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ચૂંટણી લડવા થનગની રહેલા ભાજપ કોંગ્રેસના ઈચ્છુક નેતાઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ આદિવાસીઓના વિવિધ મુદ્દાઓ અંગે મહેનત કરવી પડતી હોય છે. તેનું મૂલ્યાંકન નથી થતુ. હવે સ્થીતીને મૂલ્યવાન બનાવવા માટે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. યોગી આદીત્યનાથજી સંત હતી, જો કે, તેઓ ક્ષત્રિય સમાજમાંથી આવ્યા હતા. આદિવાસી સમાજમાંથી કોઇ સંત રાજકારણમાં આવ્યા નથી. એક આધ્યાત્મિક મર્યાદાઓને ધ્યાનમાં લઇને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જો કે, આખરી ફેસલો તો સમાજના લોકોએ જ લેવાનો રહેશે.