શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (14:44 IST)

અસરગ્રસ્તોની માગો પૂરી નહીં થાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં કરવા દેવાની ચીમકી

નર્મદા અસરગ્રસ્તોની માગો હજી સુધી પૂરી નહીં થતા ડભોઈ તાલુકા, વાઘોડીયા તાલુકા અને સંખેડા તાલુકાના 300 ઉપરાંત અસરગ્રસ્તો દ્વારા આગામી ગાંધીનગર રજૂઆત મુદ્દે સીમડીયા વસાહતમા મિટીંગ બોલાવાઈ હતી. જેમની બે માગણીઓ નહી પૂરી કરવામા આવે તો આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી છે.
ઘણા સમયથી નર્મદા અસરગ્રસ્તોના આગેવાનો વિવિધ વસાહતોમા મિટીંગો બોલાવી પોતાના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરતા રહ્યા છે. તેઓ દ્વારા તા. 30-07-2018ના રોજ જિલ્લા કલેક્ટર તેમજ વડોદરા સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીની કચેરીએ આવેદનપત્ર આપી તેમની બે માગણીઓ જેમા અસરગ્રસ્ત પરિવારના એક વ્યક્તિને નોકરી અને જમીનની માગણીઓ કરેલ હતી.
અસરગ્રસ્તો દ્વારા તા. 15 જૂન 2016થી કેવડીયા ડેમ ખાતે પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતા. એક વર્ષ પછી ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ તેમની માગણીઓ સ્વીકારાઈ ગઈ હોવાના ખોટા વાયદા કર્યા.
જેથી નર્મદા અસરગ્રસ્તોમા ભારે રોષની લાગણી પ્રવર્તી હતી. જેને લઈ આગામી સમયમા ગાંધીનગર ખાતે પ્રતીક ઉપવાસ અને આંદોલનને ઉગ્ર બનાવવા માટે ઠેર ઠેર વસાહતોમા મિટીંગ યોજાઇ છે. જેમાં ડભોઇના સીમળીયા વસાહત અને ઢાલનગર વસાહતમાં ડભોઇ તાલુકા,વાઘોડીયા તાલુકા અને સંખેડા તાલુકાના અસરગ્રસ્તો ની મિટીંગ યોજાઇ હતી