રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (17:23 IST)

અમદાવાદ રાજદ્રોહ મામલે હાર્દિકની મુશ્કેલી વધી: આરોપો નક્કી કરાયા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ વિરુધ્ધ અમદાવાદ કોર્ટમાં રાજદ્રોહના મામલે ચાર્જ ફ્રેમ કરી દેવામાં આવ્યા છે. આ પૂર્વે હાર્દિકે રાજદ્રોહના આરોપમાંથી મૂક્ત થવા અંગે કરી પીટીશનને કોર્ટે ફગાવી દીધી હતી. અદાલતના આદેશ પર હાર્દિક પટેલે સવાલો ઉભા કરતી ટવિટ કરી હતી.હાર્દિકે ટવિટ કરીને કહ્યું કે રાજદ્રેહના જૂઠા કેસમાં કોર્ટે ચાર્જ ફ્રેમ કરી દીધા છે. અમારો કેસ ચલાવવા કોર્ટ એટલી બધી ઉતાવળી છે અને આ જ કોર્ટમાં વિરેન વૈષ્ણવ નામની વ્યક્તિએ કહ્યું કે મારા કેસને સાત વર્ષ કરતા વધારાનો સમય વીતી ગયો છે, છતાંય કેસ ચાલી રહ્યો નથી. મારો કેસ ઝડપીથી ચલાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ આ પહેલા હાર્દિક સામેની આરોપમૂક્ત થવાની અરજી ફગાવી દીધી હતી.પાટીદાર અનામત આંદોલન સમિતના નેતા હાર્દિક પટેલ હાલ જામીન પર મૂક્ત છે. 2016ના જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે હાર્દિકને જામીન છોડવાનો હુકમ કર્યો હતો. કોર્ટે માન્યું છે કે હાર્દિક પટેલની સામે મજબૂત પુરવા છે અને તેના આધારે આરોપ નક્કી કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ પર હિંસા ભડકાવવાનો આરોપ છે. આ હિંસામાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. અદાલતે તાજના સાક્ષી બનેલા કેતન પટેલની જૂબાની પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ ઉપરાંત હાર્દિક, દિનેશ બાંભણીયા અને તિરાગ પટેલ વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 121-એ, 124-એ(દેશદ્રોહ) અને 120-બી અંતર્ગત ગુનો દાખલ કરલો છે. હવે કેસમાં હાર્દિક સહિત તમામની મુશ્કેલીઓ વધવાની સંભવના રહેલી છે.