શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 2 મે 2023 (17:19 IST)

Rahul Gandhi's Revision Petition - રાહુલ ગાંધીને હાલ કોઈ રાહત નહીં વેકેશન બાદ કોર્ટનો ઓર્ડર આવી શકે

Rahul Gandhi's Revision Petition- રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. શરૂઆતમાં પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી. ત્યાર બાદ બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ હવે કોર્ટનો ઓર્ડર વેકેશન બાદ આવી શકે છે. હાલમાં રાહુલ ગાંધીને કોઈ રાહત મળી નથી. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંકવામા આવી રહ્યા છે. વડાપ્રધાનની અટક 'મોદી' છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે પણ તે આ ફરિયાદ કે કેસનો કન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓને વન બાય વન સિંઘવી પડકારી રહ્યા છે. મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિ જ થઈ. પૂર્ણેશ મોદીના વકીલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી; દેશના પૈસા લૂંટે છે. નીરવ મોદી અને લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસી પણ પૈસા લઈને ભાગી ગયા છે.

30 હજાર કરોડ લોકોના લૂંટી લીધા. મોદી...મોદી..મોદી... બધા મોદી કેમ? વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હું ગાંધી છું, સાવરકર નહીં, ગાંધી માફી માંગશે નહીં. હું જેલ, ડિસ્ક્વોલિફિકેશનથી ડરતો નથી. તમે જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોવ તો પછી અહીં આવવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. રાહુલ પબ્લિકમાં માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે તમે(રાહુલ) જાહેરમાં કહો છો કે બધા મોદી ચોર છે ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે તમે વડાપ્રધાનને બદનામ કરો છો.