મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (18:29 IST)

રાહુલ ગાંધીની સજા મોકૂફ રાખવાની અપીલ સામે કોર્ટ 19 એપ્રિલે ચુકાદો સંભળાવશે

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે. તેમજ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. આથી રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી. જેનું કોર્ટમાં આજે હિયરિંગ હતું. બચાવ પક્ષ દ્વારા માનહાનિ કેસમાં વિવિધ જજમેન્ટના આધારે દલિલ કરવામાં આવી હતી. કોર્ટે ફરિયાદી અને બચાવ પક્ષની દલિલો સાંભળી હતી.

રાહુલ ગાંધીની લીગલ ટીમે આજે દાખલ કરાયેલા નવા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી જવાબ આપવા સમય માગ્યો છે. પરંતુ ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા જણાવ્યું હતું કે, તો પછી આ રીતે કોર્ટનો સમય કેમ બગાડવો? જો કે, કોર્ટે 20 એપ્રિલે ચુકાદો સંભળાવવામાં આવશે તેવું જાહેર કર્યું છે.જ્યારે રાહુલ ગાંધીના વકીલ ચીમાએ દલિલ કરતા જણાવ્યું હતું કે, મારા અસીલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ તેમના દેશવાસીઓને પ્રેમ કરે છે અને તેમની વચ્ચે ભેદભાવ રાખતા નથી. તેમનું કહેવું છે કે, ફરિયાદી કે અન્ય કોઈને દુઃખ પહોંચાડવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. પરંતુ પીએમ વિરુદ્ધ ભાષણ કર્યું હતું. અહીં અહંકાર ક્યાં છે? વધુમાં જવાબ આપતા ટોલિયા દ્વારા કરવામાં આવેલી મોટાભાગની દલિલો વારંવાર સમયનો વ્યય કરે છે.રાહુલ ગાંધીના વકીલે વધુમાં જણાવ્યું હતું કે, ટોલિયા મારા ક્લાયન્ટની માફી માગે છે તે બાબત એ છે કે મને વધુ આઘાત લાગ્યો છે. તેણે શા માટે માફી માગવી જોઈએ? શું તેમની પાસે કોઈ કાનૂની દલિલો નથી? તેઓ મારા ક્લાયન્ટને માફ કરવાનું કેવી રીતે કહી શકે? શું તે અપીલ માટે પૂર્વ શરત છે? ટોલિયાએ જે કેસોની યાદી બતાવી છે તે તમામ તાત્કાલિક કેસની જેમ જ રાજકીય રીતે પ્રેરિત છે. તે તમામ રાજકીય વિરોધીઓ સાથે જોડાયેલા લોકોએ નોંધાવ્યા છે.ફરિયાદી પક્ષના વકીલે વધુમાં જણાવ્યું હતું કે, પૂર્ણેશ મોદીને કોર્ટે યોગ્ય ઠેરવ્યા છે, જેમ પટેલ સમાજ છે, જૈન સમાજ છે તેવી રીતે જ મોદી સમુદાય પણ છે. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા પછી પણ તેણે કશું ખોટું કર્યું નથી તેવું જણાવ્યું એ તેમનો ઘમંડ છે. ધારો કે એક ડોક્ટર દોષિત ઠરે તો મેડિકલ કાઉન્સિલ તેની સામે કાર્યવાહી કરશે. તેવી જ રીતે જો કોઈ સાંસદ દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, આ કિસ્સામાં વિશેષ અથવા આપવાદરૂપ શું છે? મહત્તમ સજાને યોગ્ય ગણાવી છે. પ્રથમ તો તેઓ જ્યારે રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેઓ હોશમાં હતા. તેમણે પીએમ મોદીને સંબોધન કર્યું હતું. તેઓ જાણતા ન હતા કે મોદી અટકનો ઉલ્લેખ કરવાનો અર્થ તમામ મોદી હશે. આ દેશમાં એવું કશું જ અસાધારણ અથવા વિશેષ નથી કે જે આ કોર્ટના અંતર આત્માને આંચકો આપે, આમાં વિવેકાધિન સત્તાનો ઉપયોગ કરવાની જરૂર નથી.હર્ષિત ટોલિયાએ પોતાની દલીલોની શરૂઆત કરતા જ અલગ અલગ જજમેન્ટો રજૂ કર્યાં હતાં. રાહુલ ગાંધી સામે માનહાનિ સમાન 10થી 12 ફોજદારી કેસ છે, સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી છે, કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા પછી પણ તેમણે કશું ખોટું કર્યું નથી તેવું જણાવ્યું છે, આ ઘમંડ છે. જેમાં તેમણે પોતાની વાત મૂકતા કહ્યું હતું કે, સજાને સ્થગિત કરવાની તેની અસાધારણ સત્તાનો ઉપયોગ કરવા માટે કોઈ કારણ નથી. ગુજરાત હાઇકોર્ટ પહેલેથી જ આ બાબતને ધ્યાનમાં લઈ ચૂકી છે.