શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (11:21 IST)

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

દિલ્હીના શાહદરા વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મકાનમાં આગ લાગી હતી, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા . અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 5.25 વાગ્યે બની, જ્યારે દિલ્હી ફાયર સર્વિસ (DFS)ને આગની માહિતી મળી.
 
આ માહિતી મળતાં જ ફાયરની 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ઈમારતની અંદરથી બે બાળકોને બચાવી લીધા હતા.
 
અધિકારીઓએ જણાવ્યું કે આગ ત્રીજા અને ચોથા માળે લાગી હતી અને બે કલાકમાં તેને કાબૂમાં લેવામાં આવી હતી. ઘરની અંદરથી બે મૃતદેહ મળી આવ્યા હતા, જેને બાદમાં શબઘરમાં રાખવામાં આવ્યા હતા. બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે, પરંતુ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.