: અમદાવાદમાં ગઇકાલે મોડી રાતથી વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં અંદાજે 4 કલાકમાં જ 4થી 5 ઇંચ વરસાદ ખાબકતા શહેર બેટમાં ફેરવાઇ ગયું છે. ભારે વરસાદના લીધે ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રભાવિત થઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અમદાવાદમાં સતત વરસાદ અને આગાહીને પગલે કલેકટરે શહેર-જિલ્લાની તમામ સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સમગ્ર શહેરમાં ચોતરફ પાણી જ પાણી ફરી વળ્યા છે. વાસણા બેરજના 25 દરવાજા ખોલાયા છે. હજુ પણ વરસાદ ચાલુ જ છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, આંબાવાડી, પ્રહલાદનગર, સેટેલાઇટ, અસજી હાઇવે સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે પુર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉત્તર અને મધ્ય ઝોનમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરરસાદના કારણે શહેરના મીઠખળી, અખબારનગર અંડરપાસ બંધ કરાયા છે.
અમદાવાદમાં ગત વર્ષે વરસાદની સંપૂર્ણ સીઝન દરમિયાન કુલ 23 ઈંચ વરસાદ પડયો હતો. જેની તુલનામાં વર્ષે બે તબક્કામાં કુલ 26 ઈંચ વરસાદ પડી ગયો છે. 9- હજુ દોઢ થી બે મહિના વરસાદની સિઝન બાકી છે. સામાન્ય રીતે, અમદાવાદમાં 40 થી 45 ઈંચ વરસાદની એવરેજ રહેતી હોય છે. હજુ પણ બીજા તબક્કામાં વરસાદની હેલી ચાલુ છે. બુધવારે વધુ બે ઈંચ વરસાદ પડયો હતો.
- બોડકદેવમાં 7 ઈંચ વરસાદ, દાણાપીઠમાં 6 ઈંચ વરસાદ
- અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ ખાબક્યો
- વાસણા બેરેજના 26 દરવાજા ખોલાયા
- વટવામાં 6.5 ઈંચ વરસાદ
- ગીતા મંદિર બેટમાં ફેરવાયું
- વટવામાં સાડા 6 ઈંચ , મણીનગરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
– ઓઢવમાં 5 ઈંચ , વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ
– ઉસ્માનપુરમાં 4 ઈંચ , રાણીપમાં 4 ઈંચ વરસાદ
– વેજલપુરમાં 5 ઈંચ , ગોતામાં 3 ઈંચ વરસાદ
– કોતરપુરમાં 3 , મેમ્કો અને નરોડામાં 4 ઈંચ વરસાદ
– દાણીલીમડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો
– શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ
– બાપુનગર-ઓઢવનો મોટાભાગનો વિસ્તાર પાણી ગરકાવમાં, કોતરપુર, મેમકો, નરોડા વિસ્તારમં પાણી જ પાણી
– મીઠાખળી, અખબારનગર અંડરબ્રીજ બંધ કરાયા
– દક્ષિણી અંડર બ્રીજ પણ બંધ કરાયો
– અનેક જગ્યા પર વૃક્ષો થયા ધરાશાયી
– અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો
– હાટકેશ્વર, ખોખરા, મણીનગર વિસ્તારમાં ભરાયા પાણી
– બોપલ, ધુમા, વસ્ત્રાપુર વિસ્તારમાં ભરાય પાણી
– વાસણા વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા પાણી
– ધોધમાર વરસાદને કારણે જનજીવન થયું ઠપ્પ
– ઘાટલોડિયા વિસ્તારમાં ઝાડ થયું ધરાશાયી
– બોપલ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
– એરપોર્ટના રન વેમાં ભરાયા વરસાદી પાણી
– મોડી રાતથી શહેરમાં 48.15 મીમી વરસાદ નોંધાયો
– પૂર્વ ઝોનમાં 57 મીમી , પશ્ચીમ ઝોનમાં 31.75 મીમી વરસાદ
– નવા પશ્ચીમ ઝોનમાં 34 મીમી , મધ્ય ઝોનમાં 49.25 મીમી વરસાદ
– ઉત્તર ઝોનમાં 45.66 મીમી , દક્ષિણ ઝોનમાં 71.25 મીમી વરસાદ
– વાસણા બેરજની 128.75 ફૂટની સપાટીએ
- હાટકેશ્વરથી રિંગ રોડ બાપુનગર સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ
- દક્ષિણી અંડરપાસ બંધ કરાયો
- સી ટી એમની અનેક સોસાયટીઓ પાણીમા ભરાયા
- જશોદાનગર પુનિત નગર પાસેનો આખો માર્ગ પાણીમાં ગરકાવ
- વસ્ત્રાલની કેનાલ પાસેની તમામ સોસાયટીઓના માર્ગો પાણીમાં
- આઈ શ્રી ખોડિયાર મંદિર(વાવ) આખું પાણીમાં, મંદિર દર્શન માટે બહારથી બંધ કરાયું
- હાટકેશ્વર સર્કલ પાણીમાં ગરકાવ થયું
- હાટકેશ્વર પાસેની અનેક ચાલીઓના મકાનોમાં પાણી ફરી વળ્યા
ગાંધીનગર-કલોલ રેલ માર્ગ બંધ કરાયો