બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (23:51 IST)

રાજકોટ, જામનગર મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર અતિભારે વરસાદ

rain in gujarat
ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. વડોદરા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
 
રાજકોટ, જામનગર મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
 
રાજકોટ, જામનગરમાં કેટલીય જગ્યાએ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. સુરેન્દ્રનગરમાં કેટલાંક સ્થળો પાણીમાં ગરકાવ છે જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

gujarat rain
gujarat rain
માહિતીખાતાની પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં સેના ડિપ્લૉય કરી છે.
 
વરસાદથી સૌથી અસરગ્રસ્ત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં આર્મીની કુલ 6 કોલમ ડિપ્લૉય કરવામાં આવી છે.
 
 રાજકોટમાં ઉપલેટામાં જળબંબાકારની પરિસ્થિતિ છે તો રાજકોટ જિલ્લામાં ગોંડલ, કોટડાસાંગાણી, જેતપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક ગામોના લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
 
જામનગરમાં બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરે જણાવ્યું કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે તમામ ડેમ ઓવરફ્લો થયા છે તથા જિલ્લા વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારી રાખવાની અપીલ કરી છે.
 
રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદને કારણે કુલ 56 ટ્રેનો રદ કરવામાં આવી છે