Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi Special Train - સુરત-ઉધના રેલવે સ્ટેશને મુસાફરો માટે ખાસ સુવિધા, 6 થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડશે

સોમવાર, 2 માર્ચ 2026 (11:19 IST)
Holi special train
Holi Special Train -   હોળી અને ધૂળેટીના તહેવારમાં મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ પર ભીડ નિયંત્રિત કરવા માટે બેસવાની ક્ષમતા બમણી કરવામાં આવી છે અને ઉધના જંકશનના પ્લેટફોર્મ નંબર 6 પર લાઈટ તેમજ પંખાની વધારાની સુવિધા ઊભી કરાઈ છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને વોટર કુલર્સ અને નવા કામચલાઉ શૌચાલયોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે.
 

6 થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડશે: ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસીઓને મોટી રાહત

 
ભીડને હળવી કરવા માટે રેલવે દ્વારા 6 થી વધુ અન-રિઝર્વડ (UR) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને સુરત, ઉધના અને મુંબઈથી કટિહાર, બરૌની, દાનાપુર અને ગોરખપુર જેવા યુપી-બિહારના શહેરો માટે વધારાની ટ્રેનો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત 5 નિયમિત ટ્રેનોમાં જનરલ ડબ્બા વધારવામાં આવ્યા છે. રવિવારે વધુ ભીડની શક્યતાને જોતા રેલવેએ એક આખી ટ્રેનનો રેક 'સ્ટેન્ડબાય' રાખ્યો છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક વધારાની ટ્રેન શરૂ કરી શકાય.
 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત મોનિટરિંગ: મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન

 
સ્ટેશનો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે RPF, GRP અને સિટી પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. કોઈપણ ગેરવ્યવસ્થા ટાળવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા દર 8 કલાકે પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવશે. મુસાફરોને યોગ્ય માર્ગદર્શન આપવા અને લાઈનમાં વ્યવસ્થિત પ્રવેશ અપાવવા માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત કરાયો છે. રેલવે તંત્રના આ આગોતરા આયોજનથી રાજસ્થાન, ઓડિશા અને મહારાષ્ટ્ર તરફ જનારા હજારો મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત અને સરળ બનશે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments