સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (10:15 IST)

ગુજરાતમાં લાંબી મૂંછ રાખનાર દલિત પર 11 લોકોએ કર્યો હુમલો, ત્રણ લોકોની ધરપકડ

ગુજરાતમાં અમદાવાદના વીરમગામ તાલુકામાં લાંબી મૂંછ રાખનાર એક દલિત વ્યક્તિ પર 11 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ મુદ્દે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના રવિવારની છે. 
 
પોલીસ સબ ઇન્સપેક્ટર ડી એસ વ્યાસે સોમવારે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના સુરેશ વાઘેલાએ ફરિયાદ કરી છે કે લાંબી મૂંછ રાખવાના કારણે અન્ય પછાત વર્ગના 11 લોકોએ તેના પર હુમલો કર્યો હતો. ડી  એસ વ્યાસે જણાવ્યું કે સુરેશ વઘેલાની સારવાર ચાલી રહી છે. અમે ત્રણેય લોકોની ધરપકડ કરી લીધી છે. 
 
સુરેશ વાઘેલા ફરિયાદના અનુસાર કરાથકલ ગામમાં તેના ઘરની બહાર ધમા ઠાકોરના નેતૃત્વમાં લોકોનું એક ગ્રુપ પહોંચી ગયું અને તે તમામને લાંબી મૂંછ રાખવાને લઇને તે જાતિવાદી ગાળીઓ આપી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ લોકોને ધારદાર હથિયાર અને ડંડા વડે વઘેલ પર હુમલો કર્યો. આ હુમલામાં સુરેશ વાઘેલાની બહેન પણ ઘાયલ થઇ ગઇ છે.