સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (13:47 IST)

હિમતનગર, દ્વારકા અને ખંભાત શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કોમી અથડામણ

ગુજરાતના હિમતનગર, દ્વારકા અને ખંભાત શહેરમાં રવિવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કોમી અથડામણ થઈ હતી. આ કોમી અથડામણ બે સમુદાયો વચ્ચે થઈ હતી. આ અથડામણ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો, આ સિવાય મોટી સંખ્યામાં દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ બનાવોમાં પાંચથી વધુ પોલીસ જવાનો સહિત 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ તોફાનીઓને પકડવાની કવાયત હાથ ધરી છે.

હિંમતનગરના ધારાસભ્ય ગૃહ રાજ્ય મંત્રીને મળવા માટે પહોચ્યા હતા. રાજેન્દ્ર સિહ ચાવડા ગઇકાલ ઘટનાને લઇને પગલા ભરવા અંગે રજૂઆત કરશે. આ ઉપરાંત વિહિપના આગેવાનો સાંજે 4 વાગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે. 
 
હિંમતનગર અને ખંભાતના ઘટનાક્રમ સંદર્ભે રજુઆત કરશે. રાજેન્દ્ર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કસ્બા વિસ્તારમાં શાંતિ પ્રીય પ્રજામા અશાંતિ ફેલાવવાનુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા થયુ છે. ગઈકાલે ચાર વાગ્યાથી તંત્ર સાથે રહીને તંત્રને સુચનાઓ આપી હતી. પ્રજાને અપિલ છે કે શાંતિ અને સંયમ રાખીએ. અસામાજીક તત્વોનો ઈરાદો શાંતી મા વમળો પેદા કરવાનો છે. ભુગર્ભમા હશે એવા લોકોને પણ હિરાસતમાં લેવાઈ રહ્યા છે. સૌને વિશ્વાસ અપાવું છું કે કડક કાર્યવાહી થશે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.