શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (18:03 IST)

સિક્કીમના CM ગુજરાતના પ્રવાસે, સોમનાથ મહાદેવના પ્રાતઃ દર્શન

somnath
આજે રામનવમી પર્વેથી પોરબંદરના માધવપુર ઘેડમાં પ્રારંભ થઇ રહેલા પ્રસિદ્ધ મેળામાં હાજરી આપવા પહોંચેલા સિક્કીમ રાજ્યના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળ આજે સવારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યા મુખ્યમંત્રી સહિતનાઓએ મહાદેવને શીશ ઝુકાવી અને પૂજા અર્ચના કરી હતી.
 
આજે સવારે મેળામાં હાજરી આપવા જતા પહેલા સિક્કીમ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ પોતાના મંત્રી મંડળના તમામ સાથીઓ સાથે જગવિખ્યાત સોમનાથ યાત્રાધામની મુલાકાતે પહોંચ્યા હતા સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ સહિત તમામ મંત્રીઓએ સોમનાથ મહાદેવના પ્રાતઃ દર્શન કરી ગંગાજળ અભિષેક સાથે મહાપુજા કરી પોતાના રાજ્ય અને દેશવાસીઓની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.