શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (15:11 IST)

ગોધરાના કોટડા ગામે માતાએ બે સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણેયનાં મોત

nitish kumar
nitish kumar- કોટડા ગામે નિષ્ઠુર માતાએ બે સંતાનો સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ
-  બે પુત્રો 7 વર્ષનો અક્ષય અને 4 વર્ષના યુવરાજ સાથે કૂવામાં મોતની છલાંગ
-  કૂવાના પાણીમાં ડૂબી જવાથી માતા તેમજ બંને પુત્રોના મોત 

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક કોટડા ગામે નિષ્ઠુર માતાએ બે સંતાનો સાથે કૂવામાં મોતની છલાંગ મારતા કૂવાના પાણીમાં ડૂબી જવાથી માતા તેમજ બંને પુત્રોના મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને 108ની ટીમે મૃતદેહો બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી 30 વર્ષની વસંતાબેન દિનેશભાઇએ પોતાના બે પુત્રો 7 વર્ષનો અક્ષય અને 4 વર્ષના યુવરાજ સાથે કૂવામાં મોતની છલાંગ મારતા પાણીમાં ડૂબી જવાથી તમામના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.આ બનાવને પગલે તાત્કાલિક આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોને દોરી અને ખાટલાના માધ્યમથી કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.

કોટડા ગામે બનેલી આ હૃદય કંપાવી દેનારી ઘટનામાં માતાનું નિષ્ઠુર બનવાનું કારણ હજુ સામે આવ્યું નથી. મોતનું સાચું કારણ તપાસ બાદ જ ખ્યાલ આવશે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.