શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2024 (18:41 IST)

ભર ઉનાળે ગુજરાતમાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં ક્યાં

Weather news- હવામાનની વિભાગની આગાહી અને અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી ભર ઉનાળે અંબાજી, દાહોદ, ઝાલોદ, બનાસકાંઠા, આજે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે
 
ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં લીંબડી, વરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ તુટી પડ્યો હતો. અંબાજી, દાહોદ, ઝાલોદ, બનાસકાંઠા, આજે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે
 
આ સિવાય મધ્ય ભારતમાં પણ 11-12 એપ્રિલે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
 
છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશ, વિદર્ભમાં કરા પડ્યા હતા. આ સિવાય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, વિદર્ભ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો
 
જ્યારે હવામાન વિભાગે ફરી ત્રણ દિવસના વરસાદ, તોફાન અને કરાનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કહ્યું છે કે 13 થી 15 એપ્રિલ વચ્ચે યુપી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.