રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (18:52 IST)

ગુજરાત આવી રહેલા ઇઝરાયલી જહાજ પર મિસાઇલ વડે હુમલો, મુંદ્રા તટ પર પહોંચ્યું જહાજ

ઇઝરાયલનું માલવાહક જહાર આખરે શુક્રવારે ગુજરાતના મુંડ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. તેના પર ગુરૂવારે મિસાઇલ એટેક કરવામાં આવ્યો હતો. ઇઝરાયલનો આરોપ છે કે આ હુમલો ઇરાને કરાવ્યો હતો. જોકે તેની પુષ્ટિ થઇ નથી. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે આ ઘટના પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. જોકે ભારત સરકારે તેના પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. 
 
ઇઝરાયલી કંપની આ જહાજ તંજાનિયાથી ભારત તરફ આવી રહ્યું હતું. આ દરમિયાન જહાજ સાથે એક મિસાઇલ ટકરાઇ હતી. જહાજના એક ભાગમાં આગ લાગી હતી અને એંજીનમાં થોડી ખરાબી આવી હતી. ક્રૂ મેંબર્સએ આગને ઓલવી દીધી છે. એંજીન પણ આ સ્થિતિમાં હતું તેની મદદથી આગળ વધારી શકાતું હતું. 
 
ગત મહિને ઓમાનની ખાડીમાં પણ ઇઝરાયલી જહાજ પર હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીના રાત્રે એમવી હેલિયોસ રે નામના આ જહાજ પર થયેલા હુમલાને લઇને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ ઇરાને દોષી ગણાવ્યા હતા. તો બીજી તરફ ઇરાને આ આરોપથી ઇનકાર કર્યો હતો.