શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (13:00 IST)

દાંડીયાત્રા પહોંચી અંકલેશ્વર, ૧૯૩૦ માં મહાત્મા ગાંધીએ રાત્રિરોકાણ અને સંબોધન કર્યું હતું

" આઝાદીનો અમૃત મહોત્સવ " ની ઉજવણી થઈ રહી છે ત્યારે અંકલેશ્વર એક એવું મહત્વપૂર્ણ સ્થળ છે કે જયાં દાંડી યાત્રીઓએ ૨૬ મી માર્ચ ૧૯૩૦ના રોજ જ્યોતિ ટોકીઝ સામે રાત્રિ રોકાણ કર્યું હતું અને મહાત્મા ગાંધીજીએ જનતાને સંબોધન કર્યું હતું . તેની સાક્ષી પૂરતી તકતી આજે પણ  વિદ્યમાન છે .જેમાં લખ્યું છે : " તા. ૨૬મી માર્ચ ૧૯૩૦,  કર્મનિષ્ઠ , સિદ્ધાંતપ્રિય અને જાહેર જીવનમાં મૂલ્યોની સ્થાપના કરનાર મહાત્મા  ગાંધીજીએ અહીં ભાષણ કર્યું હતું ." 
 
વર્ષ ૧૯૩૦માં દાંડી યાત્રાનો જે રૂટ હતો ; એ રૂટ પ્રમાણે દાંડી યાત્રા આગળ વધી રહી છે. તે અનુસાર ભરુચથી યાત્રા  અંકલેશ્વર આવી પહોંચી હતી અને આજરોજ  દાંડી પથ પરથી દાંડી યાત્રીઓ પસાર થઈ રહ્યાં હતાં . 
 
અત્રેની કુસુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજના સ્થાપક " પૂજ્ય પપ્પાજી " મણિલાલ હરિલાલ કડકિયા પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા. આ કોલેજ પણ દાંડી પથ પર વિદ્યમાન છે. જોશ અને જુસ્સાથી ચાલતા દાંડી યાત્રીઓને અત્રેની કુસુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રવીણકુમાર બી . પટેલ તથા ડો .જયશ્રી ચૌધરી અને કોલેજના કર્મચારી ગણ તથા એન. એસ. એસ. ના સ્વયંસેવકોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું . 
 
દાંડી યાત્રીઓને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું તેમની સાથે સંવાદ સાધ્યો હતો  અને  " ગાંધીજી અમર રહો " , " દાંડીયાત્રા અમર રહો " ભારત માતા કી જય ", "આઝાદી અમર રહો " ...જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને દાંડીયાત્રીઓ ઉપર પુષ્પવર્ષા કરી હતી .
 
પ્રોગ્રામ ઓફિસર પ્રા.પ્રવીણકુમાર બી. પટેલ તથા જયશ્રી ચૌધરી અને  પૂર્વ કેમ્પસ એમ્બેસેડર સોહેલ દીવાન ,શીતલ પરમાર, કેમ્પસ એમ્બેસેડર અજય જોરાવર , કીર્તિ પ્રજાપતિ,  સુનિલ પરમાર,  કિરણ પટેલ , ચિરાગ આહિર,  પાયલ પટેલ ,વૈશાલી પટેલ, નિમિષા આહિર ,કિશન આહિર ,બીંજલ પટેલ , તેજસ આહિર મીતાલી ચૌહાણ, કૃપાલી આહિર,  દિપાશા પરમાર, ઉન્નતિ પટેલ અને દિવ્યા પટેલ આ સૌ એન. એસ. એસ.ના સ્વયંસેવકોએ કૉલેજથી આમલાખાડી સુધી દાંડી યાત્રીઓ સાથે પદયાત્રા કરી હતી અને આ દાંડીયાત્રામાં સહભાગી થવાનો લ્હાવો લીધો હતો . એનો અનેરો ઉલ્લાસ અને ઉત્સાહ પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકોમાં વર્તાઈ રહ્યો હતો .