શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (12:23 IST)

જાપાન ગુજરાતમાં કરશે રોકાણ, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની

જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાએ સૌજન્ય મુલાકાત લીધી હતી. આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમ ને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે. કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે.

FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શક્તિ તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે. કોરોનાના કપરા કાળ વચ્ચે પણ જાપાને સફળતા પૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.