શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જૂન 2018 (12:15 IST)

જાણો કચ્છના દંપત્તિને રેલવે કેમ કેમ પાંચ લાખ રુપિયાનું વળતર ચૂકવશે

કચ્છ જિલ્લાના ગાંધીધામના દંપત્તિને રેલવે 5 લાખ રૂપિયા વળતર ચૂકવશે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન દંપત્તિનો સામાન ચોરાઈ જતાં કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી. જે બાદ કન્ઝ્યુમર કોર્ટે 5 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો નોર્ધન રેલવેને આદેશ કર્યો છે. સાથે દંપતીને ન્યાયિક પ્રક્રિયા પાછળ થયેલ ખર્ચ અને માનસિક સંતાપ માટે વધારાના 8 હજાર ચૂકવવા પણ હુકમ કર્યો છે. કોર્ટે ટાંક્યુ કે પેસેન્જરની મુસાફરી સુરક્ષિત હોય તે જોવાની જવાબદારી રેલવેની છે પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યું.કેસ શેલૈષભાઈ અને મીનાબેન ભગતનો છે જેઓ શિપિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ગત વર્ષે મે મહિનામાં કપલે હિમાચલ પ્રદેશના કાંગડા સ્થિત ગોવિંદ જીવન આશ્રમ જવા માટે જમ્મૂ તાવી એક્સપ્રેસના 2 ટાયર એસી કોચમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન મથુરા અને દિલ્હી વચ્ચે તેમની હેંડબેગ ચોરાઈ ગઈ. દંપત્તિએ રેલવેના સ્ટાફના જાણ કરી છતાં તેમણે ઘટના પ્રત્યે ધ્યાન ન આપ્યું.દંપતિએ દિલ્હી અને પઠાણકોટમાં સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાવી અને સતત આ વિશે પૂછપરછ કરતા રહ્યા. જ્યારે તેમને લાગ્યું કે તપાસ આગળ નથી વધી રહી ત્યારે તેમણે નોર્ધન રેલવેને લીગલ નોટિસ ફટકારી. તેમ છતાં પણ તેમને કોઈ જવાબ ન મળતાં જામનગરમાં જનરલ મેનેજર સામે કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમમાં ફરિયાદ નોંધાવી. દંપતીએ જામનગરથી ટિકિટ બુક કરાવી હોવાથી ત્યાં ફરિયાદ કરી.દંપતિએ રેલવે પાસેથી 5 લાખ વળતરની માગ કરી કારણકે તેમની પાસે બેગમાં જ્વેલરી અને ઈલેક્ટ્રિક વસ્તુઓ ઉપરાંત 2 લાખ રૂપિયા રોકડ પણ હતી. જો કે રેલવેએ વિવિધ દલીલો રજૂ કરીને તેમની માગનો વિરોધ કર્યો. રેલવેએ દલીલ કરી કે, “ફરિયાદ રેલવે ટ્રિબ્યૂનલમાં કરવી જોઈતી હતી. સામાન પેસેન્જર દ્વારા બુક નહોતો કરાવાયો અને તેની કોઈ રસીદ પણ નહોતી એટલે રેલવે વિભાગ રૂપિયા ચૂકવવા માટે બંધાયેલો નથી. પેસેન્જરને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી રેલવેની છે.” જો કે FIR થઈ હોવાથી પોલીસ પણ આ કેસમાં સામેલ હતી.જો કે કન્ઝ્યૂમર કોર્ટે ભગતની દલીલો માન્ય રાખી. ભગતે દલીલ કરી હતી કે, “રિઝર્વ કરાયેલા કોચ માટે વધારે રૂપિયા લેવામાં આવે છે. જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા કોચમાં ન પ્રવેશે. TT પોતાના કામગીરી બરાબર રીતે ન કરી શક્યા જેના કારણે મુસાફરોને તકલીફ થઈ સાથે જ માનસિક પીડા પણ વેઠવી પડી.” કોર્ટે જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક સામાનના બિલ ચકાસ્યા સાથે જ ભગતના બિઝનેસ ફર્મનું બેંક અકાઉંટ પણ તપાસ્યું. કોર્ટે અવલોકન કર્યું કે દંપતિ પોતાની સાથે 2 લાખ રુપિયા લઈને જતું હતું તેમાં કોઈ શંકા નથી.