ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ડિસેમ્બર 2019 (16:01 IST)

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને તીડ નિયંત્રણના પાઠ ભણાવવા શિક્ષકોને આદેશ

બનાસકાંઠા જિલ્લામાં તીડનો હાહાકાર ખેડૂતો સહિત સરકારી મશીનરીને દોડાવી રહ્યો છે. તીડના ઝુંડ કોઈપણ સંજોગોમાં કંટ્રોલ કરવાની કવાયત વધી ગઈ છે. ખેડૂતોને તીડ નિયંત્રણ વિશે સમજ આપવા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો પોતાની શાળામાં હવે તીડના પાઠ પણ ભણાવશે. આ પાઠ વિદ્યાર્થીઓ પોતાના પરિવારને જણાવશે.
તીડ નિયંત્રણ માટે અવાજ કરવો, ધુમાડો કરવો, પક્ષી ઉડી જાય તેવો કોલાહલ કેવી રીતે કરવો તે તીડને દૂર કરવાના સૌથી સરળ ઉપાય છે. આ ઉપાયો સહિતની વિગતો શિક્ષકો પ્રાથમિક શાળામાં ધો.,6થી8 નાં વિદ્યાર્થીઓને જણાવશે. આ વિગતો મેળવી વિદ્યાર્થીઓ પોતાના પરિવારને જણાવશે કે જેથી ખેડૂતો વધુ જાગૃત બને. તીડ નિયંત્રણ માટે માહિતીની આપ-લે અત્યંત મહત્વની બની ગઇ છે.
 
થરાદના કાસવીમાં રાજસ્થાનથી તીડના ઝુંડે આક્રમણ કરી ૧૦ કિમીના ઘેરાવામાં રાત્રિરોકાણ કર્યું
બનાસકાંઠાના વાવની સરહદેથી ગત અઠવાડીયે પ્રવેશેલાં તીડ માંથી માંડ માંડ છુટકારો થતાં ફરી પાછું બીજું ઝુંડ થરાદ તાલુકામાં પ્રવેશતાં ખેડુતોમાં ફફડાટ સાથે અફરાતફરીનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. 
 
થરાદના રાજસ્થાનની સરહદે આવેલા કાસવી ગામોમાં સેંકડોની સંખ્યામાં તીડે રાત્રિરોકાણ કરતાં તંત્રએ પણ દોડધામ હાથ ધરી હતી.જેની વચ્ચે કાસવી ગ્રામપંચાયતના સરપંચે તીડે તેમના સહિત અનેક ખેડુતોના ખેતરોમાં ઉભેલા પાકનો સફાયો કરી મોટાપ્રમાણમાં નુકશાન કરી દીધાનું જણાવતાં ભરડાસર રાણેસરી તાખુવા દૈયપ અને રાજસ્થાન બોર્ડરનાં વાંક ભાંયણા બાલાસરા,કાસવીભરડાસર દૈયપ તેજપુરા આંતરોલ તાખુવા રાણેસરી ગામોમાં દસ કિલોમીટરના ઘેરાવામાં રાત્રિરોકાણ કરતાં ખેડુતો ચિંતાની ગર્તામાં ધકેલાવા પામ્યા છે.
 
બીજી બાજુ પાંચ દિવસ પહેલા બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં પ્રવેશ વરસાદ તીડે આક્રમણ કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત રાજસ્થાનથી વાવ અને વાવ થી થરાદ પંથકમાં આવવાની ખેતીવાડી વિભાગની સુચનાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતો અને શાળાઓને એલર્ટ રહેવાની તાકીદ કરતા ભારે દોડધામ મચી જવા પામી છે.