ઈમેમો મુદ્દે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચક્કાજામ
ભારત સરકારના મોટર વ્હિકલ એક્ટના વિરોધમાં સરકારે હેલ્મેટના નિયમોમાં અસ્થાઈ ફેરફારો કરીને શહેરીજનોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપીને રાહત આપી છે ત્યાં ફરી એકવાર નવા વિરોધનો સામનો સરકારે કરવો પડ્યો છે. લોકોમાં હજીએ ટ્રાફિકના નિતી નિયમો અંગે હજીએ અડચણો પડતી હોવાની રાવ ઉઠતી રહી છે ત્યારે ભારે ભરખમ દંડ વસૂલવાની સરકારની નીતિ સામે લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ઇ-મેમોના વિરોધમાં કારીગરોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે કંપનીઓમાં કામ કરતા કામદારોએ ચક્કાજામ કર્યો છે. વારંવાર ઇ-મેમો આવતો હોવાથી કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામદારોનો આક્ષેપ છે કે, અમે રોજ 500 રૂપિયા કમાઇએ છીએ અને 1500 રૂપિયા મેમો આવે છે. ચક્કાજામને પગલે પોલીસ સ્થળ પર દોડી ગઇ છે.