બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 મે 2022 (19:28 IST)

વડોદરામાં KBC ડિપાર્ટમેન્ટમાંથી 25 લાખ રૂપિયાની લોટરી લાગી હોવાનું કહીને યુવાન સાથે સવા લાખની ઠગાઇ

money salary
વડોદરા શહેરના એક યુવકને મોબાઇલમાં 25 લાખની લોટરી લાગ્યાની લલચાવનારો મેસેજ મોકલી આ માટે સવા લાખ રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કરાવી ઠગાઇ કર્યાંની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. 
 
તમને 25 લાખનું ઇનામ લાગ્યું છે
વડોદરાના વાઘોડિયા રોડ પર આવલા વુડાના મકાનમા રહેતા અને શેરડીનો રસ કાઢવાની ગાડી ચલાવી ધંધો કરતા નાજુક પુંડિંલિક ઇંગલેને ગત 1 એપ્રિલના રોજ મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તમને 25 લાખનુ ઇનામ KBC ડિપાર્ટમેન્ટ તરફથી લાગ્યું છે. સાથે જ એક મોબાઇલ નંબર આપ્યો હતો જેના પર વાત કરવા કહ્યું હતું. 
 
ટૂકડે ટૂકડે સવા લાખ પડાવ્યા
જેથી નાજુક ઇંગલેએ તે મોબાઇલ નંબર પર કોલ કરતા સામેવાળાએ પોતે આકાશ શર્મા મુંબઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી બોલે છે અને ઇનામ લાગ્યું હોવાથી વાત કહી હતી. જેથી આ અંગે પ્રોસિજર માટે પહેલા એક રૂપિયો અને ત્યાર બાદ ટૂકડે-ટૂકડે સવા લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.