શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 મે 2022 (11:32 IST)

પ્રશંસનીય સમાજ - ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબૂદ કરીને બનાવુ પોતાનુ અલગ બંધારણ

chaudhary samaj
દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામનાં ગ્રામજનો ભેગાં મળીને ગામના સમાજનું બંધારણ તૈયાર કર્યું છે, જેમાં બિનજરૂરી ખર્ચાઓ પર કાપ, પોતાની ભાષાને મહત્ત્વ આપવા સહિતના જરૂરી નિર્ણય કરવામાં આવ્યા હતા. ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચ્યું છે. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ ચૌધરી સમાજનું બંધારણ સભાનું આયોજન કરાયું હતું, જેમાં આદિવાસી ચૌધરી સમાજના સામાજિક ખર્ચ ઘટાડવા અને આદિવાસી રીતિ-રિવાજો પ્રમાણે વિધિઓ થાય એવા 33 પ્રકારના સામાજિક સુધારા સાથેનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. 
 
ચૌધરી સમાજે નવા બંધારણમાં સુધારા 
 
-  સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ
-  સગાઈમાં જમણવાર રાખવો નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી
-  લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ, ફક્ત નોતરું જ નાખવું
-  લગ્નવિધિ દરમિયાન ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું
-  મરણ પ્રસંગે જમણવાર રાખવો નહીં.
-  સામાજિક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી મૂકવી નહીં