મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2023 (12:47 IST)

Porbandar News - ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ

Anti Terrorist Squad
ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. આ સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ચારેય શખ્શો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યુ છે. આ ઓપરેશન અંગે આજે પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી મળે એવી શક્યતા છે.

આ મામલે ATS DIG દીપેન ભદ્ર સહિતના અધિકારીઓએ ગઈકાલથી પોરબંદરમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ઓપરેશન પુરું પાડ્યું છે. ગુજરાત ATSની ટીમ ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા છે. આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. ગુજરાતમાં ATSએ પોરબંદરમાંથી 4 શખ્શોની ધરપકડ કરી છે આ શખ્શો આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યુ છે. આ સાથે જ ATSની ટીમે પોરબંદરમાં ડ્રગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ ધરપકડ કરાયેલા શખ્શો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઓપરેશન અંગે જાહેરાત કરી શકે છે.ગુજરાત એ.ટી.એસ. પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ 9મી જુન 2023ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ અટકાયત કરાયેલા વ્યક્તિઓ ઉબેદ નાસિર મીર, (રહે. 90 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર), હનાન હયાત શૉલ (રહે. 90 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર) અને મોહમ્મદ હાજીમ શાહ (રહે. ઘર નંબર 52/53, નરીબલ, સૌરા, શ્રીનગર) છે. આ વ્યક્તિઓની પુછપરછમાં જાણવા મળ્યું છે. કે, તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.