સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (15:29 IST)

'શહીદ દિવસ' પર મમતાનો નેશનલ પ્લાન, ગુજરાતમાં પણ LCD સ્ક્રીન પર બતાવવામાં આવશે ભાષણ

તાજેતરમાં પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત મળી. આ જીતમાંથી મમતા બેનર્જી (mamta banerjee) એ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીની ખુરશી ફરી પોતાના નામે કરી દીધી છે. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મળેલી આ જીતથી મમતા બેનર્જી હવે રાષ્ટ્રીય રાજકારણ પર પોતાની અસર બનાવવા માંગે છે. તે પ્રકારે દર વર્ષે 21 જુલાઇના રોજ શહીદ દિવસના રૂપમાં ઉજવતી ટીએમએસી હવે આ સમારોહનું પ્રસારણ ભાજપ શાસિત રાજ્યોમાં પણ કરશે. 
 
ટીમસીએ ત્રિપુરાના અગરતલા, અસમના ગુહાટી, સિલચર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબ વગેરે જગ્યાએ 21 જુલાઇના રોજ મોટી સ્ક્રીન લગાવવાની યોજના છે. 21 જુલાઇના રોજ 'શહીદ દિવસ'ના અવસર પર જ્યારે મમતા બેનર્જી ભાષણ આપશે તો આ જગ્યા પર લાગેલી સ્ક્રીનમાં તે ભાષણ લાઇવ પ્રસારિત કરશે.
 
સમાચાર અનુસાર ટીએમસી આ કાર્યક્રમ દિલ્હીના કોન્સ્ટીટ્યૂટશનલ ક્લબમાં આયોજિત કરનાર છે અને આ આયોજનમાં વિપક્ષી નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. મમતા બેનર્જીને તાજેતરમાં જ મળેલી પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આ પગલાં તેમના નેશનલ પ્લાનની માફક જોવામાં આવે છે.