બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2022 (12:23 IST)

Manish Sisodia: મને બીજેપી જોઈન કરવાની મળી ઓફર, બદલામાં CBI અને ED ના કેસ બંધ કરવાની લાલચ, મનીષ સિસોદિયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Manish Sisodia: દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સીબીઆઈની છાપામારીના 3 દિવસ પછી ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો બોલ્યો છે.  મનીષ સિસોદિયાએ ટ્વીટ કરતીને આરોપ લગાવ્યો છે કે બીજેપી તરફથી તેમને પાર્ટી જ્વોઈન કરવાની ઓફર મળી છે.  

 
 સિસોદિયાએ ટ્વીટ કરતા કહ્યુ કે મારી પાસે ભાજપાનો સંદેશ આવ્યોછે. કે AAP તોડીને ભાજપામાં આવો,  બધા  CBI EDના કેસ બંધ કરાવી દઈશુ.  મારો ભાજપાને જવાબ છે કે હુ મહારાણા પ્રતાપનો વંશજ રાજપૂત છુ. માથુ કપાવી લઈશ પણ ભ્રષ્ટાચારીઓ-ષડયંત્રકારીઓની સામે નમીશ નહી. મારા વિરુદ્ધ બધા કેસ ખોટા છે. જે કરવુ હોય તે કરી લો. 

 
આ રીતે દેશ કેવી રીતે વિકાસ કરશે - અરવિંદ કેજરીવાલ 
 
બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર સરકાર પર હુમલો બોલતા કહ્યુ કે જનતા મોંઘવારીથી પરેશાન છે પણ આ લોકો   CBI ED રમવામાં લાગ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યુ કે રૂપિયો ગબડી રહ્યો છે. જનતા મોંધવારીથી પરેશાન છે, બેરોજગારી આકાશ આંબી રહી છે અને આ લોકો  CBI ED રમી રહ્યા છે., દેશ ભરમાં જનતાએ પસંદ કરેલી સરકાર પાડવામાં વ્યસ્ત છે. આખો દિવસ ગાળાગાળી કરે છે. લોકો પોતાની તકલીફો કોણે બતાવે, કોની પાસે જાય ? આ રીતે દેશ કેવી રીતે વિકાસ કરશે ? 
 
Manish Sisodia: દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સીબીઆઈની છાપામારીના 3 દિવસ પછી ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો બોલ્યો છે.  મનીષ સિસોદિયાએ ટ્વીટ કરતીને આરોપ લગાવ્યો છે કે બીજેપી તરફથી તેમને પાર્ટી જ્વોઈન કરવાની ઓફર મળી છે.