સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (11:29 IST)

મહેંદીની માતા મૃત્યુ પામતાં તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતાં, મહેંદી પહેલા પતિથી છૂટી પડી, બીજા પતિ-પ્રેમીએ ગળું દબાવ્યું

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખસ જતો રહ્યો. ત્યાર બાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને સચિનની ઓળખ થઈ હતી.મારી દીકરીની સાથે જે થયું એ ઈશ્વરની મરજી, પણ હવે મને મારી દીકરીનો મૃતદેહ સોંપવામાં આવે એવી મારી ઈચ્છા છે એમ પ્રેમીના હાથે હત્યાનો ભોગ બનેલી મહેંદી પેથાણીના પિતા મહેબૂબભાઈએ મીડિયાને જણાવ્યું હતું. અમદાવાદમાં રહેતા મહેબૂબભાઈની પ્રથમ પત્નીનું સંતાન મહેંદીની માતાનું અવસાન થયા બાદ તેની સારસંભાળ થોડા સમય માટે તેના પિતાએ કરી હતી. ત્યાર બાદ મહેંદીને તેની નાનીને ત્યાં ચિત્રાસણ, જૂનાગઢ ખાતે લઈ જવાઈ હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કે તેમની દીકરીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઉંડો આઘાત લાગ્યો છે. આ સંજોગોમાં તેમણે પોલીસ વિભાગને અરજ કરી છે કે તેમની દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય એ માટે તેની લાશ પોસ્ટમોર્ટમ પછી તેમને સોંપવામાં આવે.મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં એક વેપારી યુવાન સાથે થયા હતા. જોકે સાડાત્રણ વર્ષ અગાઉ એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી. આ મામલે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પાછળથી તે મળી આવી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. આ ઘટના બાદ આદિલ પંજવાણીએ મહેંદીની સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ તે સચિન દીક્ષિતની સાથે લીવ-ઈનમાં રહેતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે મહેંદીના પ્રથમ પતિ આદિલ પંજવાણીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હું મહેંદીને ખૂબ પ્રેમ કરતો હતો. મા વિનાની મહેંદીને મેં હંમેશાં ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ હતી. તેના મોત વિશેના અહેવાલ વાંચી મને ખૂબ દુઃખ થયું છે.મહેંદી ઉર્ફે મહેંદીના કાકા મુન્નાભાઈ બાબુભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે તેનું ઉપનામ મહેંદી છે. મહેંદી મહેબૂબભાઈ પેથાણીએ કેશોદમાં ધો. 10 સુધીનો સેન્ટ પીટર્સ સ્કૂલમાં ઇંગ્લિશ મિડિયમમાં અભ્યાસ કર્યો હતો. તેના પિતા મહેબૂબભાઇએ પત્ની આરતી સાથે છૂટાછેડા લીધેલા હોવાથી મહેંદી મારી સાથે રહેતી હતી. ધોરણ 10 પછી કેશોદમાં ઇંગ્લિશ અભ્યાસક્રમ ન હોવાથી તેના પિતા જૂનાગઢ અને ત્યાર બાદ અમદાવાદ રહેવા જતા રહ્યા હતા અને ત્યારે મહેંદી પણ અમદાવાદ જતી રહી હતી. મહેંદીના અગાઉ તેના ખોજા જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયેલા હતા, જેમાં તેણે છૂટાછોડા લીધા હતા. તે મહેંદી કરવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ તે જિદ્દી સ્વભાવની હતી. મહેંદી તેનાં માસી સાથે રહેવા લાગી, ત્યાર બાદ આ ઘટના બની હોય એવું લાગે છે.