બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 માર્ચ 2023 (12:31 IST)

ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના 17 જિલ્લામાં 16 માર્ચ સુધી કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

rain in gujarat
હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આજે 13 માર્ચથી 16 માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે અને 17 જિલ્લામાં માવઠાનું સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તો 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.

રાજ્યના હવામાનમાં
ના કારણે પલટો આવવાની પણ સંભાવના દર્શાવાઈ છે. રાજ્યના અમુક ભાગોમાં માવઠાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13થી 15 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આઈએમડી મુજબ 13 અને 14 તારીખે ગુજરાતમાં હળવા કે ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં પણ કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 13 અને 14 માર્ચે આ જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

13 માર્ચે અમદાવાદ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છ સહિત કેટલીક જગ્યાએ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. 14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. જ્યારે 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.