રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત , સોમવાર, 29 જુલાઈ 2024 (17:41 IST)

ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિરોધીઓને મેસેજ, કહ્યું, સમાજના મજબૂત આગેવાનને સ્વીકારજો

MLA Jayesh Raddia's message to the protesters
MLA Jayesh Raddia's message to the protesters
ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના સંદેશ આપ્યો છે. તેમણે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો, માઇકાંગલાંઓની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાંખશે. તાકાતવાળો હોય એને આગળ કરજો. કોઈ પાડી દેવાના કાવતરા કરતા હશે તો તે સફળ થશે નહીં.
 
સમાજનો મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મારી એન્ટ્રી સમયે તમે પ્રેમ બતાવ્યો એ સુરતના આંગણે જ પ્રેમ મળી શકે, કામ કરવાની એ શક્તિ દિવસે ને દિવસે અમારામાં કામ કરવાનું બળ પૂરું પાડે છે. વિઠ્ઠલભાઈના આ વારસામાં સામાજિક, રાજકીય કે સહકારી ક્ષેત્ર હોય તો તે કામમાં આપણે વધારો કરી શક્યા છીએ. રાજકીય માણસનું કામ માત્ર રાજનીતિનું હોય. પરંતુ રાજનીતિથી ઉપર ઊઠીને આજે ઉલ્લેખ થયો સમાજની વાતનો. કોણે ક્યાં શું કર્યું? ક્યાં કેટલી ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય, એ ટૂંક સમયમાં સમય આવ્યે મારી બતાવવાની તૈયારી છે.મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો, માઇકાંગલાંઓની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાંખશે. રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે જયેશ રાદડિયાની નીચે બેસવાની તૈયારી છે. 
 
પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં
તેમણે ઉમેર્યું હતું કે, રાજનીતિ, સહકારી ક્ષેત્ર કે સમાજમાં અમે હાથ અમારા ચોખ્ખા રાખ્યા છે અને પેટમાં પાપ નથી. અમે કોઈનું સારું ના કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારામાં ક્યારેય નીતિ આવી નથી. સારું ન કરી શકીએ તો અમે કહી દઈએ કે આ અમારાથી નથી થાય એમ. પણ મારાથી નથી થાય એમ તો કોઈ ન કરી જવો જોઇએ અને કોઈને કરવા દેવાની વૃત્તિ અમારામાં નથી કારણ કે આ વિઠ્ઠલભાઈનું લોહી છે. કોઈને પાડી દેવાની વૃત્તિ ક્યારેય નહીં આવે, અમે ગુલામી કરી નથી અને કરવા માગતા નથી, અમે અમારી તાકાતથી આગળ ચાલીએ છીએ. મને સુરતની મારી ટીમ પર ભરોસો છે. મને મારી ટીમ પર ભરોસો છે અને કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.